ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Every college in this state of non-BJP ruled state should sing national anthem to stir nationalism.

આદેશ / રાષ્ટ્રભક્તિ જગાડવા બિનભાજપ શાસિત આ રાજ્યની દરેક કોલેજમાં રોજ રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત

Published By: Intern

Last Updated: 05:50 PM, 13 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મુદ્દાઓ ને લઈને જાહેરાત કરાઈ હતી. જ્યારે હવે 19 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રની તમામ કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત કરવામાં આવશે.

ADVERTISEMENT

  • મહારષ્ટ્રમાં 19 ફેબ્રુઆરીથી કોલેજમાં રાષ્ટ્રગાન ગાવું ફરજીયાત
  • તેમણે યુવાઓમાં રાષ્ટ્રભક્તિ અને દેશ માટે પ્રેમ જગાડવાનો નિર્ણય લીધો છે
  • સામંતે કહ્યું કે મુંબઇમાં છેલ્લા એક મહિનામાં મેં અનેક સ્કૂલની મુલાકાત લીધી 

મહારાષ્ટ્રની તમામ કોલેજ અને શૈક્ષણિક સંસ્થામાં ૧૯ ફેબ્રુઆરીથી રાષ્ટ્રગીત ગાવું અનિવાર્ય થશે. રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે કહ્યું કે મહાવિકાસ અઘાડીની સરકાર આ નિર્ણય લેવા જઇ રહી છે. સામંતે કહ્યું કે રાષ્ટ્રગીતને અનિવાર્ય કરવાનો સર્ક્યુલર ૧૯ ફેબ્રુઆરીએ બહાર પડાશે.૧૯ ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજીની જયંતી છે. 

 

સામંતે કહ્યું કે જ્યારે તેમણે પહેલી વાર આ નિર્ણયની જાહેરાત કરી તેને લઇ સવાલ ઊઠ્યા હતા, પરંતુ તેમણે યુવાઓમાં રાષ્ટ્રભક્તિ અને દેશ માટે પ્રેમ જગાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં લગભગ ર૦ લાખ વિદ્યાર્થીઓ છે, જે અલગ અલગ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ સંસ્થાઓમાં અભ્યાસ કરે છે, તેમાંથી કમસે કમ ૧૮ લાખ વિદ્યાર્થીઓ રોજ રાષ્ટ્રગીત ગાઇ પોતાના દિવસની શરૂઆત કરે.

મહારાષ્ટ્રમાં પહેલાંથી જ ઘણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ગાય છે. સ્કૂલ શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે તાજેતરમાં સ્કૂલમં સામૂહિક રીતે સંવિધાનની પ્રસ્તાવના વાંચવાનું અનિવાર્ય કરી દીધું હતું.સામંતે કહ્યું કે મુંબઇમાં છેલ્લા એક મહિનામાં મેં અનેક સ્કૂલની મુલાકાત લીધી હતી, જે બ્રિ‌િટશરોએ બનાવી હતી. સ્કૂલમાં કેટલાક બ્રિ‌િટશ ટીચર પણ હતા, પરંતુ તેમણે અભ્યાસ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડ્યું. મેં વિચાર્યું કે જો તેઓ આમ કરી શકે છે તો આપણે કેમ નહીં?
 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra National Anthem Uddhav Thackrey ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર રાષ્ટ્રગાન INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ