ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Even those with a salary of 20 thousand can become rich by adopting this formula

બિઝનેસ / આ ફૉર્મ્યૂલા અપનાવી 20 હજારની સેલરીવાળા પણ બની શકે છે અમીર

Published By: Vishal Khamar

Last Updated: 05:48 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમીર વ્યક્તિ બનવા માટે યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે. જો તમારી ઈન્કમ ઓછી છે છતા તમે પૈસાવાળા બનવા માંગો છો તમારે એક ટ્રિક જરૂરથી અપનાવી જોઈયે.

ADVERTISEMENT

દરેક વ્યક્તિ પૈસાવાળા બનવા માંગે છે. પૈસાવાળા બનવા માટે લોકો પ્રયાસ પણ કરતા હોય છે. જો તમે પણ અમીર માણસ બનવા માંગો છો તો તમારે એની ટ્રિક્સ ખબર હોવી જોઈયે. અને જો તમારી ઈન્કમ માપની છે છતા પણ તમે અમીર વ્યક્તિ બનવા માંગો છો તો પણ તમારૂ આ સપનું પુરૂ થઈ શકે છે. એના માટે તમારે કેટલાક પર્સનલ નિયમોનું પાલન કરવુ જરૂરી છે. જો તમે દર મહિને 20 હજાર રૂપિયા કમાઓ છો તો તમે પણ અમીર બની શકો છો એના માટે તમારે સટ્ટાબાજી, ઓનલાઈન ગેમિંગ જેવા રિસ્કી શોર્ટકર્ટ અપનાવાની જરૂર નથી. 

અમે તમને અહીંયા એ ફોર્મ્યૂલા જણાવા જઈ રહ્યા છીયે જેમાં તમે 20,000ની નોકરી કરો છો છતા પણ અમીર બની જશો. ભારતમાં એવી ધારણા પ્રચલીત છે કે માત્ર ધંધો - વ્યાપાર કરવાવાળા લોકો જ અમીર બની શકે છે,નોકરી કરવાવાળા માત્ર તેમના સામાજિક પ્રસંગો કાઢી શકે અને વ્યક્તિગત શોખ પુરા કરી શકે પરંતુ તે અમીર ન બની શકે.     પરંતુ જો તમે નોકરી કરી રહ્યા છો અને 20 હજાર જેટલી સેલરી ધરાવો છો તો અમે જણાવેલી ફોર્મ્યૂલા અપનાવી પૈસાવાળા બની શકો છો.

50-30-20 ફોર્મ્યૂલા
જો તમારો પગાર 20 હજાર છે અને તમે પૈસાવાળા બનવા માંગો છો તો તમારે 50-30-20 ફોર્મ્યૂલા અપનાવી જોઈયે. 50-30-20 ફોર્મ્યૂલા એટલે તમારા પગારનો 50 ટકા હિસ્સો તમારી બેસિક જરૂરીયાત પુરી કરવા લગાવવો જોઈયે. જેમાં રાશન, રેંટ, બિલ EMI જેવાનો ખર્ચો સામેલ હોય છે. 30 ટકા હિસ્સો શોખ માટે વાપરવા જોઈયે. જેમા કપડા,ઘડિયાળ ખરીદવી, રેસ્ટોરન્ટમાં જમવા જવુ કે ફિલ્મ જોવા જવાનો ખર્ચ સામેલ હોય છે.

તમારી સેલેરીનો જે 20 ટકા હિસ્સો વધે તેને લોંગ ટાઈમ માટે ઈન્વેસ્ટમેન્ટ કરવુ જોઈયે. જેથી તમને સારૂ એવુ રિટર્ન મળે છે. આ 20 ટકા હિસ્સો મ્યૂચુઅલ ફંડ, સેવિંગ ફંડ, સ્ટોક માર્કેટ, FD જેવામાં ઈન્વેસ્ટ કરી શકો છો. આપને જણાવી દઈયે કે, 20 હજારની સેલેરીનો 20 ટકા હિસ્સો 4 હજાર રૂપિયા થાય અને વર્ષના 48 હજાર થાય. સેવિંગના વર્ષના 48 હજાર રૂપિયા તમને અમીર બનાવા માટે કાફી છે. તમે જે જગ્યાએ આ પૈસા ઈન્વેસ્ટ કરો છો તેની પુરતી જાણકારી હોવી જરૂરી છે. આ સિવાય જેમ જેમ તમારી ઈન્કમ વધે તેમ તેમ તમારે સેવિંગ પણ વધારવુ જોઈયે.

વધુ વાંચોઃ પર્સનલ લોન કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય કે નહીં? જાણો શું છે નિયમો


જો સેલરી ઓછી છે તો ?
જો કોઈની ઈન્કમ 20 હજારથી ઓછી હોય તો તેઓ પૈસા નથી બચાવી શકતા. મોટાભાગે પોતાની જરૂરીયાતો પુરી કરવામાં જ ફાંફા પડી જાય છે. આવી સ્થિતિમાં તમારે પૈસા કમાવા માટે કોઈ રિસ્કી શોર્ટકટ ન અપનાવા જોઈયે. અત્યારના ઈન્ટરનેટના જમાનામાં લોકો નેટ પરથી ઘણા પૈસા કમાઈ રહ્યા છે. જો તમારામાં કોઈ એવી સ્કીલ હોય તો તેનો ઉપયોગ કરી ઈન્ટરનેટ પરથી ઈન્કમ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Financial Money income અમીર ઈન્વેસ્ટમેન્ટ પગાર Business News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ