બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / '....તેને પાછળથી આવીને મારા બ્રેસ્ટ દબાવી દીધા', સોનમ કપૂરના ખુલાસાથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

બોલિવૂડ / '....તેને પાછળથી આવીને મારા બ્રેસ્ટ દબાવી દીધા', સોનમ કપૂરના ખુલાસાથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

Last Updated: 04:37 PM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક યુવતીઓ હેરેસમેન્ટનો શિકાર જિંદગીમાં એક વાર તો બને જ છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ તેનો શિકાર બનેલી છે. જેમાં એક અજાણ્યા વ્યક્તિએ પાછળથી આવી તેના બ્રેસ્ટ દબાવી દીધા હતા.

મોટાભાગની છોકરીઓ તેમના જીવનકાળમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોય છે. તેમાંથી બોલિવૂડ  એક્ટ્રેસ પણ બાકાત નથી. આવી જ એક એક્ટ્રેસ છે, જે સુપરસ્ટાર પરિવારમાંથી આવે છે. જ્યારે આ એક્ટ્રેસ 13-14 વર્ષની હતી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેની સાથે કંઈક ગંદુ કામ કર્યું જે તે આજ સુધી ભૂલી શકી નથી. ચાલો તમને જણાવીએ કે આ એક્ટ્રેસ કોણ છે અને તેનો કિસ્સો શું છે.

આપણે જે એક્ટ્રેસની વાત કરીએ છીએ તે બીજું કોઈ નહીં પણ અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર છે. જેનો આજે જન્મદિવસ પણ છે. સોનમ એક એવી એક્ટ્રેસ રહી છે જેને હંમેશા પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કર્યા છે. એકવાર તેણે મોલેસ્ટેશનમી ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. ઘણા વર્ષો પહેલા સોનમ કપૂરે એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તે 2016 માં રાજીવ મસંદ સાથે 'ધ બોલીવુડ રાઉન્ડ ટેબલ' શોમાં જોવા મળી હતી. ત્યારબાદ અનુષ્કા શર્મા, રાધિકા આપ્ટે, આલિયા ભટ્ટ અને વિદ્યા બાલન જેવી હસ્તીઓ પણ તેની સાથે જોવા મળી હતી. આ સમય દરમિયાન સોનમે તેની કિશોરાવસ્થા દરમિયાન થયેલા ઘૃણાસ્પદ કિસ્સાનો ખુલાસો કર્યો હતો.

app promo6

સોનમ કપૂરે જણાવ્યું હતું કે તે 13-14 વર્ષની હશે ત્યારે તે એકવાર તેના મિત્રો સાથે રવિના ટંડન અને અક્ષય કુમારની ફિલ્મ જોવા માટે ગેટી ગેલેક્સી થિયેટરમાં ગઈ હતી. તેના અનેક મિત્રો તેની સાથે હતા અને ત્યારે તેની ફ્રેન્ડનો જન્મદિવસ પણ હતો. આવી સ્થિતિમાં તેઓ બધા સમોસા ખરીદવા દુકાને ગયા હતા. બધી છોકરીઓ એકબીજાના ખભા પર હાથ રાખીને ઉભી હતી. ત્યારે પાછળથી એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેની સાથે છેડતી કરી. સોનમ કપૂર આજ સુધી તે ઘટના ભૂલી શકી નથી.

સોનમ કપૂરે જણાવ્યું હતું કે, 'પાછળથી એક માણસ આવ્યો અને મારા બ્રેસ્ટ દબાવ્યા.' સ્વાભાવિક છે કે તે ઉંમરે મારે બ્રેસ્ટ નહોતા. પણ તેની એ હરકતથી હું અચાનક ધ્રૂજી ગઈ હતી. હું હચમચી ગઈ હતી અને શું કરવું તે સમજાતું નહોતું. હું રડવા લાગી અને લાંબા સમય સુધી રડતી રહી.

વધુ વાંચો : 'મને કોઇ જ શરમ નથી, ભલે ને ત્રણ-ચાર વાર....', 47 વર્ષની એક્ટ્રેસના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

સોનમ કપૂરે જણાવ્યું હતું કે, તેને ઘણા વર્ષોથી ઘરે તે ઘટના વિશે જણાવ્યું પણ નહોતું. સોનમે ત્યારે જણાવ્યું જ્યારે તેને સમજ્યું છે કે દરરોજ ઘણા લોકો આવી ઘટનાઓમાંથી પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ બ્લાઇન્ડ વર્ષ 2023માં આવી હતી. અત્યારે તે પોતાના પુત્ર વાયુ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Molestation Sonam Kapoor Sexual Harrasment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ