બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અજય દેવગણની 'રેડ 2'એ 'જાટ'ને પછાડી! વર્લ્ડ વાઈડ કલેકશન 160 કરોડ રૂપિયાને પાર

મનોરંજન / અજય દેવગણની 'રેડ 2'એ 'જાટ'ને પછાડી! વર્લ્ડ વાઈડ કલેકશન 160 કરોડ રૂપિયાને પાર

Last Updated: 09:10 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગનની તાજેતરની રિલીઝ 'રે્ડ 2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મોના સિક્વલ્સ દર્શકોને નિરાશ કરે છે, પણ 'રે્ડ 2'ની કમાણીનો ગ્રાફ તેનો ઊંધો જવાબ આપી રહ્યો છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ ફિલ્મ શાનદાર દેખાવ કરી રહી છે. ચાલો, ફિલ્મના કલેક્શન રિપોર્ટ પર નજર કરીએ.

'રેડ 2' નો 13મા દિવસે વિશ્વવ્યાપી ધમાકો

અજય દેવગણ અને રિતેશ દેશમુખની ફિલ્મ 'રેડ 2'એ દેશ-વિદેશમાં ધમાલ મચાવી છે. લાંબા સમયથી હિન્દી સિનેમા બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકતું નહોતું, જો કે ‘છાવા’ ને અપવાદ માનવામાં આવે તો અલગ વાત છે.

સાઉથ ફિલ્મોની વધતી લોકપ્રિયતાએ હિન્દી સિનેમા પર અસર કરી છે, એવું માનવું ખોટું નથી. પરંતુ રાજકુમાર ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી 'રેડ 2'ની દમદાર કહાની અને જબ્બર થ્રિલે દર્શકોને ફરીથી રેડની દુનિયામાં ખેચી લીધા છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે, અને તેનો પ્રભાવ કલેક્શનના આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

વાણી કપૂરે શેર કરી પોસ્ટ

હાલમાં જ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વાણી કપૂરે સોશિયલ મીડિયામાં 'રેડ 2'ના કલેક્શન સાથે સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં રૂ. 124.51 કરોડનો ધંધો કરી લીધો છે. નવાં રિપોર્ટ મુજબ, 13મા દિવસે એટલે કે ગઈ કાળ મંગળવાર સુધી ફિલ્મે વિશ્વભરમાં રૂ. 169 કરોડની કમાણી કરી લીધી છે.

અજય દેવગણ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. જો કે આ આંકડાઓમાં થોડો બદલાવ થવાની શક્યતા રહે છે. તેમ છતાં જો ફિલ્મ આવી જ ગતિએ ધંધો કરતી રહી, તો જલ્દી જ અનેક રેકોર્ડ પોતાના નામે કરશે.

ભારતમાં 'રેડ 2' નો દબદબો યથાવત

ક્રાઈમ થ્રિલર તરીકે 'રેડ 2' ને એક ઉત્તમ ફિલ્મ માનવામાં આવી રહી છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ દર્શકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. રજાઓના સમયમાં અને વીક ડેઝમાં ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે. રિપોર્ટ મુજબ, 13મા દિવસે ફિલ્મે ભારતમાં અંદાજે 4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે રજા સિવાયના દિવસે ઘણો સારો આંકડો છે.

ગયા સોમવારની સરખામણીમાં આ મંગળવારે ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. 'છાવા' પણ કંઇક આવી રીતે બોક્સ ઑફિસ પર પોતાની પકડ જાળવી રાખી હતી. 'રેડ 2'ની આ સ્થિરતા દર્શકોના ઉત્સાહ અને ફિલ્મની ગુણવત્તા બતાવે છે.

કહાની અને સ્ટારકાસ્ટનો જાદૂ

'રેડ 2' માં અજય દેવગણ ફરીથી ભારતીય આવકવેરા વિભાગના અધિકારી અમય પટનાયકના પાત્રમાં જોવા મળ્યા છે, જે દાદા મનોહર ભાઈ (રિતેશ દેશમુખ) ની અવૈધ સંપત્તિ પર રેડ પાડે છે. વાણી કપૂર અને સૌરભ શુક્લાની હાજરીએ ફિલ્મને વધુ રોમાંચક બનાવી છે. સૌરભે 'રેડ ' ની જેમ આ સિક્વલમાં પણ પોતાની ભૂમિકા ખૂબ સુંદર રીતે નિભાવી છે.

વધુ વાંચો: ડિનરની ના પાડી તો વિદ્યા બાલનની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું, વિજય શાહનો છે વિવાદાસ્પદ ઈતિહાસ

રાજકુમાર ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એ એક્શન, ડ્રામા અને સસ્પેન્સનું શાનદાર મિશ્રણ છે. 'રેડ 2'ની આ સફળતા અજય દેવગણની સ્ટાર પાવર અને મજબૂત કહાનીનો પુરાવો છે. દર્શકોનો પ્રેમ અને સતત વધી રહેલું કલેક્શન બતાવે છે કે આ ફિલ્મ હજુ ઘણા રેકોર્ડ તોડી નાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Red 2 earnings Riteish Deshmukh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ