બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / એન્જિનિયરિંગ કંપનીએ કરાવ્યો બમ્પર નફો, શેરનો ભાવ 75 થી કૂદીને 2625 પર, 10 મહિનામાં 3400% રિટર્ન
Last Updated: 09:04 PM, 13 July 2024
શેર માર્કેટમાં બોન્ડાડા એન્જીનિયરિંગના શેર ધૂમ મચાવી રહ્યા છે. અત્યારે તેના શેર 2625.55 રૂપિયાએ પહોંચી ગયા છે. આ કંપનીના શેરમાં તેજીનું કારણ એક મોટો ઓર્ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોન્ડાડા એન્જીનિયરિંગ વર્ષ 2012થી કાર્યરત છે. તે ટેલિકોમ અને સોલર એનર્જી માટે એન્જીનિયરિંગ, ખરીદી, સંચાલન અને મેન્ટેનન્સની કામગીરી કરે છે.
ADVERTISEMENT
બોન્ડાડા એન્જીનિયરિંગના દાવા મુજબ તેને ગુરુવારે 316.83 કરોડ રૂપિયાનો એક ઓર્ડર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીના શેર ગયા વર્ષે ઓગસ્ટમાં 75 રૂપિયા પર આવ્યા હતા. જેમાં એક વર્ષમાં તેમાં 1600 ટકા તેજી આવી છે. IPO પ્રાઈઝના મુકાબલામાં તેમાં 3400 ટકાનો વધારો આવ્યો છે.
વધુ વાંચો : નાની કંપનીના IPOમાં મોટું રિટર્ન, 15 દિવસમાં જ શેરના ભાવમાં 250% નો બમ્પર ઉછાળો
ADVERTISEMENT
આ કંપનીની સહાયક કંપનીમાની એક બોન્ડાડા મેનેજ્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને રિલાયન્સ પ્રોજેક્ટ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીજ લિમિટેડથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ વર્ક ઓર્ડરનો સમયગાળો ત્રણ વર્ષનો એટલે કે 1 જુલાઈ 2024થી 30 જૂન 2027 સુધીનો છે.
આ પ્રોજેક્ટમાં બોન્ડાડા નીચે મુજબની કંપનીના સંચાલન અને મેન્ટેનન્સનું કામ કરશે. જેમાં ટીજી મેન એસપી ઓ એન્ડ એમ કોંટ્રેક્ટ ફાઈબર એફટીટીએક્સ, ટીજી મેન એસપી ઓ એન્ડ એમ, ટીજી મેન, ટીજી મેન એસપી ઓ એન્ડ એમ કોન્ટ્રેક્ટ ટાવર સામેલ છે. આ કંપનીના જણાવ્યા અનુસાર વર્ષનું ઓર્ડર વેલ્યુ 1,05,60,98,466 રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.