બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Politics / enforcement directorate arrested former west bengal education minister partha chatterjee arpita mukherjee in custody

ED નો સકંજો / મમતા સરકારનાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની ભરતી કૌભાંડમાં ધરપકડ, અર્પિતા મુખર્જી પણ કસ્ટડીમાં

Mayur

Last Updated: 10:55 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીનાં નજીકનાં મનાતા અર્પિતા મુખરજીનાં ઘરેથી કરોડોની રોકડ મળ્યા બાદ આજે શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે.

EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી લીધી છે. શિક્ષકોની ભરતીના  કેસમાં દરોડા અને ત્યારબાદ પૂછપરછ બાદ પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે.

 

EDએ તેના નજીકના લોકો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર કર્યું છે. શુક્રવારે EDએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે હજુ પણ  ચાલુ છે. EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. EDએ અર્પિતાને પણ કસ્ટડીમાં લીધી છે.

અનુમાનો અનુસાર મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની છેલ્લા ઘણા કલાકોથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન EDએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનો મંત્રી જવાબ આપી શક્યા નહીં. જે બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.

શું છે શિક્ષક ભરતી કૌભાંડ?
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં ગેરકાયદેસર રીતે ભરતી કરવા માટે માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.

એટલું જ નહીં પણ તેમાં નાપાસ થયેલા ઉમેદવારો લાખો રૂપિયાની લાંચ લઈને પાસ થયા હતા. આ મામલે શીક્ષણ મંત્રીની સીધી સંડોવણી હોવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં બીજા પણ ઘણા લોકો સામેલ હતા, જેમની ધરપકડ ટૂંક સમયમાં થઈ શકે છે.

મમતા દીદીના મંત્રીઓ સંકટમાં 

મમતા દીદીના અન્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે પણ ED નાં દરોડા ચાલી રહ્યા છે. આ સાથે તેના નજીકના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ હવે ED પૂછપરછ માટે તેના રિમાન્ડ માંગી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ