Employment contract in october december quarter corona ecnomy
ઘટાડો /
અર્થવ્યવસ્થાના સુધારાની અસર ન જોવા મળી નોકરી પરઃ ડિસેમ્બર ક્વાર્ટરના રોજગારના આંકડામાં થયો ઘટાડો
Team VTV12:11 PM, 13 Jan 21
| Updated: 12:15 PM, 13 Jan 21
ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના સતત ત્રીજા ક્વાર્ટરમાં દેશની અંદર રોજગારમાં ઘટાડો નોંધાયો છે. થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMII)ના એક અભ્યાસ મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના રોજગારમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગત બે ક્વાર્ટરમાં શું હતી સ્થિતિ
માર્ચમાં શરુ થયેલ લોકડાઉનથી નાણાંકીય વર્ષના પહેલા ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં રોજગારની સ્થિતિ ઘણી વિકટ જોવા મળી. આ દરમિયાન દેશમાં રોજગારનો દર 18.4 ટકા સુધી ઘટી ગયો. ત્યારબાદ અર્થવ્યવસ્થાને અનલોક કરવામાં આવતા પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો અને રોજગારના દરમાં 2.6 ટકાના ઘટાડા સુધી પહોંચી ગયો.
અર્થવ્યવસ્થામાં સુધારાની અસર નોકરીઓ પર ન જોવા મળી
દેશમાં આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે સતત સારી થઇ રહી છે, તેમ છતાં નોકરી પર તેની અસર એટલી જોવા મળી રહી નથી. CMIIના સીઇઓ મહેશ વ્યાસે કહ્યું કે સરકારનું અનુમાન હતું કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટર (ઓક્ટોબર-માર્ચ) માં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. પરંતુ માર્કેટમાં નોકરીઓ પર તેની અસર જોવા મળી રહી નથી. સરકારને આશા છે કે બીજા છ મહીનામાં અર્થવ્યવસ્થા વધુ ઘટશે નહીં. ગત નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર છ મહિનાની સરખામણીમાં આ નાણાંકીય વર્ષના પહેલા છ મહીનામાં દેશનો રીયલ GDPમાં 15.7 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
શહેરી વિસ્તાર, મહિલાઓ, ગ્રેજ્યુએટની વચ્ચે નોકરી જવાનો દર વધારે
નાણાંકીય વર્ષ 2019-20માં દેશમાં કુલ રોજગારના 32 ટકા શહેરી વિસ્તારોમાંથી હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર 2020ના અંત સુધી શહેરી વિસ્તારમાં 34 ટકા નોકરીઓ ઘટી છે. આ પ્રકારે દેશના કુલ કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી 11 ટકા છે, પરંતુ તેની વચ્ચે 52 ટકા નોકરીઓમાં ઘટાડો થયો છે.
ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની નોકરીની સ્થિતિ પણ સારી નથી. દેશના કુલ કર્મચારીઓમાં 2019-20 દરમિયાન તેમની ભાગીદારી 12 ટકા હતી, પરંતું ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બરના અંત સુધીમાં તેઓ વચ્ચે નોકરી જવાનો દર 65 ટકા છે.
પગારદાર કર્મચારીઓની સંખ્યામાં 71 ટકાનો ઘટાડો થયો
દેશના કુલ કર્મચારીઓમાં પગારદાર (સેલેરાઇઝડ) કર્મચારીઓનો ભાગ 21 ટકા છે. પરંતુ આ શ્રેણીમાં રોજગાર જવાની સ્થિતિ પણ વિકટ છે. પગારદાર કર્મચારીઓની સંખ્યામાં ચાલૂ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર સુધી 71 ટકાનો ઘટાડો નોંધાયો.