બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Emmforce Autotech IPO Grey Market Premium 60 rupee

સ્ટોક માર્કેટ / આ કંપનીનો IPO ભરશો તો થશે બમ્પર નફો! લિસ્ટિંગના દિવસે 60 ટકાથી વધુ નફાની અપેક્ષા

Published By: Vidhata

Last Updated: 02:29 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક કંપની Emmforce Autotechનો IPO 23 એપ્રિલથી ખુલી રહ્યો છે. IPOમાં કંપનીના શેરની કિંમત 98 રૂપિયા છે. જયારે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના નફા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

જો તમે IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો વધુ એક IPO ખુલવા જઈ રહ્યો છે. આ Emmforce Autotechનો IPO છે. 23 એપ્રિલ, 2024થી કંપનીનો IPO ખુલશે અને 25 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. Emmforce Autotechનાં IPOનો પ્રાઇસ બેન્ડ 93 રૂપિયાથી 98 રૂપિયા છે. આઈપીઓ ખુલે તે પહેલા જ કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. એમ્ફોર્સ ઓટોટેકના શેર ગ્રે માર્કેટમાં મોટા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

155 રૂપિયાથી ઉપર લિસ્ટ થઈ શકે છે કંપનીના શેર 

Emmforce Autotech IPOનો પ્રાઇસ બેન્ડ 93 રૂપિયાથી 98 રૂપિયા છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. 98 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડ પર, એમ્ફોર્સ ઓટોટેકના શેર 158 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે, જે રોકાણકારોને IPOમાં કંપનીના શેર ફાળવવામાં આવશે તેઓ લિસ્ટિંગના દિવસે 60 ટકાથી વધુ નફાની અપેક્ષા રાખી શકે છે. કંપનીના શેર મંગળવાર, એપ્રિલ 30, 2024ના રોજ બજારમાં લિસ્ટ થશે. IPOમાં કંપનીના શેરની ફાળવણી 26 એપ્રિલના રોજ ફાઇનલ થશે.

વધુ વાંચો: 8 રૂપિયાનો શેર પહોંચ્યો 800 પર, રોકાણકારો બન્યા કરોડપતિ, તમારી પાસે છે આ કંપનીનો સ્ટોક

માત્ર 1 લોટ માટે દાવ લગાવી શકશે છૂટક રોકાણકારો 

રિટેલ રોકાણકારો Emmforce Autotech IPOમાં માત્ર 1 લોટ માટે દાવ લગાવી શકશે. IPOના એક લોટમાં 1200 શેર છે. એટલે કે રિટેલ રોકાણકારોએ IPOમાં 117600 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપનીના પબ્લિક ઈશ્યુની ટોટલ સાઈઝ 53.90 કરોડ રૂપિયા સુધીની છે. IPO પહેલા, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 100% છે, જે હવે ઘટાડીને 73.17% રહી જશે. કંપની IPOથી ભેગા કરાયેલા ભંડોળનો ઉપયોગ તેની પેટાકંપની એમ્ફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (EMSPL)માં રોકાણ કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Emmforce Autotech Emmforce Autotech IPO business share market stock market Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ