બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / Elon Musk will now charge money for these three features of Twitter.

બહુ કરી / ટ્વીટર વાપરવું છે તો પૈસા ચૂકવો, એલન મસ્ક હવે Twitterના આ ત્રણ ફીચર્સ માટે પણ વસૂલશે પૈસા

Megha

Last Updated: 12:42 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એ ત્રણ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લઈને એલન મસ્ક ટ્વિટરના યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલ કરવાના છે.

  • એલન મસ્ક હવે ટ્વિટરના પ્રમુખ ફીચર્સ માટે યુઝર્સ પાસેથી પૈસા વસુલશે 
  • આ ત્રણ ફીચર્સ માટે આપવા પડશે પૈસા 

એલન મસ્ક એ ટ્વિટર ખરીદી લીધું એ પછીથી એમને અત્યાર સુધી  ઘણા મોટા નિર્ણયો લીધા છે અને આ સાથે જ એમને ટ્વિટરના સીઇઓ સહિત અનેક કર્મચારીઓને કાઢી પણ મૂક્યા છે. આ બધા પછી એલન મસ્ક હવે ટ્વિટરના પ્રમુખ ફીચર્સ માટે યુઝર્સ પાસેથી પૈસા વસૂલવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે. આજે અમે તમને એ ત્રણ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લઈને એલન મસ્ક ટ્વિટરના યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલ કરવાના છે. 

આ ત્રણ ફીચર્સ માટે આપવા પડશે પૈસા 
એલન મસ્ક જે પહેલા ફીચર માટે પૈસા વસૂલવાનું વિચારી રહ્યા છે તે છે ડાયરેક્ટ મેસેજ ફીચર. એલન મસ્ક આ ફીચરને લઈને પેઈડ બનાવવા  માટે તેમના સલાહકારો સાથે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર આ બદલવામાં ટ્વિટર પર હાઈ પ્રોફાઈલ યુઝર્સને પ્રાઈવેટ મેસેજ મોકલવા માટે યુઝર્સને પૈસા ચૂકવવા પડશે. રિપોર્ટ અનુસાર આ વાતના જાણકાર બે લોકોસાથે વાતચીત પર આ વિશે માહિતી મળી હતી, અને એ લોકો ટ્વિટરના આંતરિક દસ્તાવેજો જોઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે હાલ એ સ્પષ્ટ નથી કે હાઈ-પ્રોફાઈલ યુઝર્સની શ્રેણીમાં કોણ આવશે.

એલન મસ્કે પોતે ટ્વિટર પરઆ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે ટ્વિટર બ્લુ ટિક માટે યુઝર્સને દર મહિને $8 (લગભગ રૂ. 661) ચાર્જ કરવામાં આવશે એટલે કે ટૂંક સમયમાં જ દરેક લોકોનું બ્લુ ટિક છીનવાઈ જશે. આ બદલાવ પછી જે કોઈને પણ ટ્વિટર પર બ્લુ ટિક માર્ક જોઈતું હશે તેને આ માટે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવી પડશે અને એ પછી તે યુઝર્સ ને ફરીથી વેરિફિકેશન બેજ મળશે.જો કે આ કિંમત અલગ-અલગ દેશો માટે અલગ-અલગ હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર એલન મસ્ક આ મહિનાની નવેમ્બરથી આ સેવા શરૂ કરવાની યોજના બનાવી  રહ્યા છે. 

હવે વાત કરીએ ત્રીજા ફીચરની તો એ વિશે સાંભળીને તમે ચોંકી જશો. જણાવી દઈએ કે જો તમે ટ્વિટર પર વિડિયો જોઈ રહ્યા છો તો તમારે જલ્દી જ એ માટે પણ કિંમત ચૂકવવી પડશે. એટલે કે જો હવે તમારે વીડિયો જોવો હોય તો તમારે તેના પૈસા ચૂકવવા પડશે. એલન મસ્ક જલ્દી જ આ ફીચર લાવવા પર કામ કરી રહ્યા છે અને એ મુજબ વીડિયો અપલોડ કરવા માટે પૈસા ચૂકવવા પડશે અને આ સાથે જ વીડિયો જોનારાઓએ પણ પૈસા ચૂકવવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ