બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Election Results 2023 Live Updates latest news

ચૂંટણી પરિણામ / Assembly Election 2023 : રાજસ્થાન-MPમાં 'મોદી' લહેર, તો છત્તીસગઢમાં પણ પંજાનો સફાયો, તેલંગાણામાં 'Bye-Bye KCR!'

Dhruv

Last Updated: 02:44 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત તેલંગાણા એમ 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ. એટલે કે આ પરિણામને 2024નું સેમી ફાઇનલ રિઝલ્ટ પણ કહી શકાય. કારણ કે તેની સીધી અસર આવનારી લોકસભા ચૂંટણી પર પડશે.

  • આજે  એકસાથે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
  • રાજસ્થાન, MP, છત્તીસગઢ, તેલંગાણાનું ચૂંટણીનું પરિણામ
  • મિઝોરમ ચૂંટણીની મતગણતરી 4 ડિસેમ્બરે (આવતીકાલે) હાથ ધરાશે

LIVE

કેસરિયા ભગવાના રંગે રંગાયા ત્રણેય રાજ્યો (MP, રાજસ્થાન અને છત્તીસગઢ), તો તેલંગાણા હવે પંજાના હાથમાં
 

 

MP-રાજસ્થાન સહિત છત્તીસગઢમાં BJPની બલ્લે-બલ્લે, તો તેલંગાણામાં BRSનો સફાયો!

 

રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય બહાર જશ્નનો માહોલ

સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

પરિણામોની શરૂઆતમાં જ દેખાયો પંજાનો પાવર: છત્તીસગઢ અને તેલંગાણામાં જીત તરફ કોંગ્રેસ પાર્ટી

રાજસ્થાનમાં કમળનું રાજ! બહુમતના આંકડાથી આગળ નીકળી ભાજપ, 9 વાગ્યા સુધીના વલણમાં 104 બેઠકો પર આગળ

તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને બમ્પર લીડ, તો છત્તીસગઢમાં પણ કોંગ્રેસ આગળ, જ્યારે રાજસ્થાન-MP બંનેમાં ભાજપ 100ને પાર

'હું પહેલાં પણ કહેતો હતો અને હજુય કહું છું કે કોંગ્રેસ 130થી વધારે બેઠકોથી જીતશે', પરિણામ પહેલાં જ દિગ્વિજયસિંહનો દાવો

4 રાજ્યોના ચૂંટણીના પરિણામ: શરૂઆતી વલણમાં રાજસ્થાનમાં BJP તો MP-છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, તેલંગાણામાં કોંગ્રેસનો દબદબો.

 

ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો: શરૂઆતી વલણમાં MP અને રાજસ્થાનમાં ભાજપ આગળ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ, સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી.

ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો: શરૂઆતી વલણમાં MP અને રાજસ્થાનમાં ભાજપ આગળ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી શરૂ, સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી.

તમને જણાવી દઇએ કે, હાલમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ તો મધ્યપ્રદેશમાં ભાજપ સરકારનું રાજ ચાલે છે. આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે તેલંગાણામાં KCRની પાર્ટી (ભારત રાષ્ટ્ર સમિતિ) અન્ય પક્ષો સાથે હરિફાઇમાં છે. ત્યારે આજે સાંજ સુધીમાં ક્યાં કોની સરકાર બનશે તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

છત્તીસગઢ

આ વખતની ચૂંટણીમાં છત્તીસગઢમાં 90 બેઠકો માટે 72% મતદાન નોંધાયું હતું. છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. છત્તીસગઢમાં 2,03,80,079 મતદાતાઓ મતદાન કર્યું હતું. અહીંયા 33 કેન્દ્રો પર મત ગણતરી હાથ ધરાશે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશની 230 બેઠકો માટે આ વખતે 77.15% મતદાન નોંધાયું હતું. મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. મધ્યપ્રદેશમાં 5,61,36,229 મતદાતાઓ મતદાન કર્યું હતું. અહીં 2899 ઉમેદવારો મેદાનમાં છે. 14-14 ટેબલ પર અહીંયા મત ગણતરી હાથ ધરાશે. મત ગણતરીને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ચારેકોર ગોઠવી દેવાયો છે. રાજ્યમાં કુલ 5061 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. મધ્યપ્રદેશમાં 52 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે.

રાજસ્થાન

રાજસ્થાનની 199 બેઠકો માટે મત ગણતરી
રાજસ્થાનમાં કુલ 1863 ઉમેદવારો મેદાનમાં
રાજ્યમાં 2534 ટેબલ પર મતગણતરી થશે
રાજ્યમાં કુલ 4245 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ થશે
36 કેન્દ્રો પર મત ગણતરી થશે
રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર
રાજસ્થાનમાં ચૂંટણીમાં 183 મહિલા ઉમેદવારો 
ચૂંટણીમાં કોંગ્રેસના 198 બેઠકો ઉમદવારો મેદાનમાં
ચૂંટણીમાં 199 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાનમાં
રાજસ્થાનમાં 737 અપક્ષ ઉમેદવારો મેદાનમાં
BSPના 185 ઉમેદવારો લડી રહ્યાં છે ચૂંટણી
રાજસ્થાનમાં 5,26,80,545 મતદાતા

તેલંગાણા

તેલંગાણામાં 71.34% મતદાન નોંધાયું હતું
તેલંગાણાની 119 બેઠકોનું આવશે ચૂંટણી પરિણામ
અહીંયા BRS-ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર
તેલંગાણામાં કુલ 3,17,32,727 મતદાતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ