બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Election of Govind Dholakia of Surat to the Rajya Sabha

સુરત / 'આજે સવારે અમિત શાહનો ફોન આવ્યો કે..' રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયાએ એક કલાક માંગી, રાજકારણ હતો મુદ્દો

Vishal Khamar

Last Updated: 08:27 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા નું આગામી રાજ્યસભાની યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં સુરતના હીરા ઉદ્યોગ અને સમર્થકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

  • સુરતના ગોવિંદ ધોળકિયાની રાજ્યસભા માટે પસંદગી
  • જાણીતા ઉદ્યોગપતિ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા
  • સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા આગળ

 હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની આગામી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકેની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવી છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં સુરતના હીરા ઉદ્યોગકારો પણ અચંબામાં પડી ગયા છે. તો આ તરફ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના સમર્થકોમાં પણ ખુશીની લાગણી ફરી વળી છે. ગોવિંદ ધોળકિયા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહે છે. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયા ના નામની જાહેરાત કરવામાં આવી
જે કારણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયા ના નામની જાહેરાત કરવામાં આવી છે. રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તો બીજી તરફ આહવા ડાંગ ખાતે પણ હજારોની સંખ્યામાં હનુમાન મંદિર બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. જેના કારણે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ લિસ્ટ માં પણ સામેલ છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાનના ખૂબ જ નજીકના મિત્ર પણ ગણવામાં આવે છે. જેના પગલે આગામી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે ગોવિંદ ધોળકિયા પર પસંદગી ઉતારવામાં આવી છે. જોકે ગોવિંદ ધોળકિયા ના નામની જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચાલી આવેલી પ્રણાલી અને સ્ટ્રેટેજી મુજબ નામ જાહેર કરી આશ્ચર્યચકિત કરી દીધા છે..

મેં એક કલાકનો સમય માંગ્યો હતો મારા પરિવાર સાથે ચર્ચા કરી
રાજ્યસભાનાં સભ્ય બની રાજકારણમાં પ્રવેશ બાબતે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે,  આજે સવારે ઓચિતો જ અમિતભાઈ શાહનો ફોન આવ્યો. કે ગોવિંદભાઈ તમને રાજ્યસભામાં મોકલવાના છે. જે બાદ મેં કહ્યું કે,  હું કંઈ પોલીટીશીયન માણસ નથી.  હું કંઈ વજન ઉપાડી શકું નહી.  મને મુશ્કેલી પડે. તો તમે કેમ વિચાર્યું તે તેમણે કહ્યું કે, આ પોલીટીક્સ છે જ નહી. તમે ચિંતા ન કરો  આ રાષ્ટ્રભક્ત છો અને આપણે રાષ્ટ્રનું કામ કરવાનું છે તમે કરી શકો છો એટલે તમે આમાં કંઈ આનાકાની કરવાની જરૂર નથી. મને એક કલાકનો સમય આપો. મારા પરિવાર સાથે વાત કરી લઉ.

વધુ વાંચોઃ સરકારી નોકરીની તૈયારીમાં લાગી જજો, વર્ષ 2024માં આટલી જગ્યાઓ પર થશે ભરતી, વિધાનસભામાં એલાન

કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝનો પ્રશ્ન હોય તેને હલ કરવો પહેલી પ્રાથમિકતા
રાજ્યસભાનાં સભ્ય બની રાજકારણમાં પ્રવેશ બાબતે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, જે.પી. નડ્ડાએ મને પણ ફાયદો થવાનો છે. આપણા આખા સુરતને થવાનો છે. આપણા આખા ગુજરાતને કારણ કે, મારૂ કામ એજ રહેશે. આપણા ગુજરાતના હોય, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના હોય કે કોઈપણ ઈન્ડસ્ટ્રીજના હોય. હજારો ઈન્ડસ્ટ્રીઝ છે.  જે કોઈના પ્રશ્નો હોય તે પ્રશ્નો કેવી રીતે સોલ કરવા અને તે પ્રશ્નો હલ કરવાએ પ્રાથમિકતા રહેશે. જો રાજ્યસભામાં થોડી સત્તા આવે પણ પણ ન હતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા. ત્યારે જેટલું થાય એટલું આપણે આમાં કામ કરશું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ