બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Planning to recruit a total of 21084 posts in the year 2024

ગાંધીનગર / સરકારી નોકરીની તૈયારીમાં લાગી જજો, વર્ષ 2024માં આટલી જગ્યાઓ પર થશે ભરતી, વિધાનસભામાં એલાન

Vishal Khamar

Last Updated: 06:46 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૨૫૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

  • વર્ષ 2024 માં કુલ 21084 જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન
  • વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા ચાલુ
  • ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GAD ને મળી

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ ૩૫,૦૩૮ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટે ૩૭૮૦ ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૬,૪૦૮, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૧૨,૧૪૫, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨,૭૦૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. 

ભરતી બોર્ડ દ્વારા 2024 માં 21,084 જગ્યાઓ ભરવા માટે આયોજન
મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭,૪૫૯ જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૦૦૦, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧,૬૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

વધુ વાંચોઃ ગુજરાતમાંથી ઠંડી થશે ગાયબ! હવામાન વિભાગે કરી ઉત્તરના પવનવાળી આગાહી

ઓક્ટોમ્બર-2023 માં બેરોજગારીનો દર 3.2 ટકા
મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-૨૦૨૩માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ૩.૨ ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧.૭ ટકા છે. ડિસેમ્બર-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૩,૧૦,૫૯૦ બે વર્ષમાં ૫,૮૫,૩૯૦ અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૪,૪૩,૭૯૦ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ