બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / There will be a general rise in temperature in the state
Vishal Khamar
Last Updated: 06:46 PM, 14 February 2024
ADVERTISEMENT
ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યા છે. ત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે. સર્ક્યુલેશનનાં કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું તેમદ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં વધારો થયો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં વધારો થવા પામ્યો છે. રાજ્યમાં સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યું છે. જ્યારે ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોધાવવા પામ્યું છે. જ્યારે ભૂજમાં 15, અમરેલીમાં 13, રાજકોટમાં 14, સુરતમાં 19 અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
વધુ વાંચોઃ ભાજપે ગુજરાતનાં બે કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભામાં રિપીટ ન કર્યા: શું લોકસભામાં ઉતારવાની તૈયારી?
આગામી દિવસોમાં તાપમાનનો પારો વધશે
હવામાન વિભાગ જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં તાપમાન સૂકું છે તેમજ વરસાદની સંભાવનાઓ નથી. સોમવાર રાત્રીના તાપમાનનો પારો વધ્યો છે. ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના જીલ્લાઓનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં તાપમાનનાં પારો વધવાની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.