બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP did not repeat two Union Ministers of Gujarat in Rajya Sabha

રાજકારણ / ભાજપે ગુજરાતનાં બે કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભામાં રિપીટ ન કર્યા: શું લોકસભામાં ઉતારવાની તૈયારી?

Vishal Khamar

Last Updated: 05:14 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપ દ્વારા રાજ્યસભાના સભ્યની ચૂંટણીમાં પણ નો રીપીટ થીયરી અપનાવી છે. જેથી ભાજપનાં કાર્યકરોમાં અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.

  • ભાજપે રાજ્યસભાની 4 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કર્યા
  • ભાજપ દ્વારા બ્રાહ્મણ, પાટીદાર તેમજ બે ઓબીસી ઉમેદવાર જાહેર કર્યા
  • મનસુખ માંડવીયા તેમજ પરસોત્તમ રૂપાલાને લઈ અનેક ચર્ચાઓ શરૂ

2 એપ્રિલે ભાજપના રાજ્યસભાનાં ગુજરાતના ચાર સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે.  ત્યારે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાંથી 4 ઉમેદવારો જાહેર કર્યા છે. એક ઉમેદવાર ગુજરાત બહારનો જાહેર કરવામાં આવ્યો છે. પરંતું મહત્વની વાત તો એ છે કે, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ફરી નો રિપીટ થીયરી અપનાવી છે. હવે ભાજપનાં કાર્યકરોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને મોવડી મંડળ દ્વારા મોટી જવાબદારી સોંપાશે કે તેઓને લોકસભાની ચૂંટણીમાં ટિકીટ આપશે તે હવે જોવાનું રહ્યું. 

rajya-sabha-election-bjp-mansukh-mandaviya-and-parshottam-rupala-gujarat-ministers

લોકસભાને લઈ 26 બેઠકો માટે ભાજપે તૈયારીઓ કરી લીધી
હાલ રાજ્યસભામાં બે ગુજરાતી નેતા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની ટર્મ 2 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે ભાજપનાં કાર્યકરોમાં અંદરો અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હજુ આ બંને નેતાઓને લઈ ભાજપ મોવડી મંડળ દ્વારા કંઈ નિર્ણય કરાયો નથી. પરંતું આગામી લોકસભાને લઈ 26 બેઠકો માટે ભાજપ દ્વારા તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આગામી સમયમાં આ બંને દિગ્ગજ નેતાઓને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે. 

બંને દિગ્ગજ નેતાને મળી શકે છે લોકસભાની ચૂંટણી
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પરસોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં ન આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં મનસુખ માંડવિયાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તો પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠકથી ભાજપ લોકસભાની ચૂંટણી લડી શકે છે.  

ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

વધુ વાંચોઃ લગ્નમાં આ રીતે ડાન્સ કરતાં લોકો ચેતજો! જૂનાગઢમાં બે યુવકો સામે નોંધાઈ FIR

ગોવિંદ ધોળકિયા કોણ છે?

દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
હાલ 4800 કરોડની નેટવર્થ
લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી
 
મયંક નાયક કોણ છે?
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

કોણ છે જે.પી. નડ્ડા ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 
જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
 શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
 રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે 
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા 

 

સંકળાયેલા મુદ્દાઓ

4 candidates announced 4 ઉમેદવાર જાહેર Mansukh Mandaviya Parasottam Rupala Rajya Sabha gujarat ગુજરાત પરસોત્તમ રૂપાલા ભાજપ મનસુખ માંડવીયા રાજ્યસભા politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ