બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Beware of people dancing like this in a wedding! FIR registered against two youths in Junagadh

કાર્યવાહી / લગ્નમાં આ રીતે ડાન્સ કરતાં લોકો ચેતજો! જૂનાગઢમાં બે યુવકો સામે નોંધાઈ FIR

Priyakant

Last Updated: 02:49 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Latest News: લગ્નના વરઘોડામાં કાર પર ચડી લોકોના જીવ જોખમમાં મૂકી ડાન્સ કરતાં યુવક અને ચાલક સામે નોંધાઈ ફરિયાદ

  • જૂનાગઢના માંગરોળમાં લગ્નના વરઘોડામાં કાર પર ચઢી ડાન્સ કરવો ભારે પડ્યો
  • કાર પર ચઢી જોખમી રીતે ડાન્સ કરતા યુવક સામે પોલીસે કરી કાર્યવાહી
  • કામનાથ મહાદેવથી નાઈમ વાવ તરફ જતા વરઘોડામાં જોખમી રીતે કર્યો હતો ડાન્સ
  • ડાન્સ કરનાર ઉસ્માન કરૂડ અને કાર ચાલક રિઝવાન મહીડાની પોલીસે કરી અટકાયત

Junagadh News : આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં લોકો ખુશીમાંને ખુશીમાં નાચતા-નાચતા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. જોકે આવી જ એક ઘટનામાં પોલીસ કાર પર ચડી ડાન્સ કરતાં યુવક અને કાર ચાલક સામે ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી કરી છે. 

વધુ વાંચો: રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોના નામ જાહેર, જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

જૂનાગઢના માંગરોળમાં લગ્નના વરઘોડામાં કાર પર ચડી ડાન્સ કરતા યુવક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ છે. વિગતો મુજબ માંગરોળમાં કામનાથ મહાદેવથી નાઈમવાવ તરફ જતા વરઘોડામાં માનવ જિંદગી જોખમાય તે રીતે એક યુવક કાર પર ચડી ડાન્સ કરી રહ્યો હતો. જેથી પોલીસ ડાન્સ કરતા ઉસ્માન કરૂડ નામના યુવક અને કાર ચાલક રિઝવાન મહીડા સામે પોલીસે કાર્યવાહી કરી અટકાયત કરી હતી. આ સાથે આ બંને યુવક વિરૂદ્ધ અલગ અલગ કલમ લગાવી પોલીસે કાર્યવાહી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ