બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Eating just 4 dates a day has a lot of benefits for the body, if you know, you will start eating them too

હેલ્થ ટીપ્સ / રોજ માત્ર 4 ખજૂર ખાઈ લેવાથી શરીરને થાય છે અઢળક ફાયદા, જાણશો તો તમે પણ ખાવા લાગશો

Megha

Last Updated: 04:20 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ખાલી પેટ 4 ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે, પરંતુ મોટાભાગના લોકો ઉનાળામાં ખજૂરનું સેવન કરતા નથી અને ઘણા સ્વાસ્થ્ય લાભો ગુમાવે છે. ચાલો જાણીએ આયુર્વેદિક ફાયદાઓ વિશે.

  • ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફ્રૂટ્સમાંથી એક છે. 
  • ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. 
  • ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધી પણ છે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે અને ખજૂર ખાવાની રીત કેવી હોવી જોઈએ જાણો... 

ઘણા લોકો માને છે કે ખજૂર પ્રકૃતિમાં ગરમ​હોય છે અને તેથી ઉનાળામાં તેને ખાતા નથી પરંતુ આ સાચું નથી, અસલમાં ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. તે ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે અને તે વધેલા વાત અને પિત્ત દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે. 

સવારે ખાલી પેટ 4 ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને શરીરમાં ઘણાં ફાયદા થાય છે. તો આવો આ ફાયદાઓ વિશે જાણીએ. 
1. કબજિયાત અટકાવે છે.
2. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
3. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4. હાડકાંઓનું આરોગ્ય સુધારે છે.
5. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
6. મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
7. થાકને (નબળાઈ) દૂર કરે છે.
8. એનિમિયા માટેનો શ્રેષ્ઠ ઈલાજ છે.
9. નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં મદદ મળે છે.
10.બવાસીરને (હેમોરહોઇડ્સ) અટકાવે છે.
11. સોજાને ચઢતો અટકાવે છે.
12. ગર્ભાવસ્થામાં ફાયદો થાય છે.
13. ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
14.ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. 
15.ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.

ખજૂર ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ?
ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.

ખજૂર કેવી રીતે ખાવી જોઈએ   ?
ઘણીવાર લોકોને ખજૂર ખાવાનું નથી આવડતું જેથી તેમને તેનો પૂરો ફાયદો મળે. નિષ્ણાતોના મતે પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી , તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.

બાળકો માટે પણ ખજૂર છે ગુણકારી 
ખજૂર ખાવું બાળકો માટે કેટલું ફાયદાકારક છે તેની માહિતી પણ નિષ્ણાતોએ આપી છે, ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું શરીરનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન (આયર્ન) અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને દરરોજ એક મીઠી ખજૂર આપવી ખૂબ જ ઉપયોગી છે. તેને 2 થી 3 મહિના સુધી ખજૂર આપવાથી ફાયદો થાય છે. 

હંમેશા યાદ રાખો કે ખજૂરની તાસીર ગરમ નથી પરંતુ અત્યંત ઠંડી હોય છે અને તમામ પિત્ત વિકૃતિઓ માટે તે શ્રેષ્ઠ કામ કરે છે.

Disclaimer:આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Eating date Eating date benefit ખજૂર ખજૂર ખાવાના ફાયદા ખજૂરના ફાયદા Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ