બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Earthquake in Ahmedabad and other areas

ભૂકંપ / અમદાવાદમાં 8.13 વાગ્યે 4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા, અલગ અલગ વિસ્તારોમાં લોકો નીચે ઉતરી ગયા

vtvAdmin

Last Updated: 09:31 PM, 14 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અત્યારે કોરોના, વાવાઝોડા સહિતના અનેક સંકટો સામે લડી રહ્યો છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવારે રાત્રે 8:13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજકોટથી 122 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. અમદાવાદ, રાજકોટમાં બિલ્ડીંગો હલવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મોરબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

સમગ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે. ભૂકંપ આવતા જ લોકોમાં ડરનો માહોલ બન્યો અને લોકો ઘરો અને ઓફિસથી બહાર નિકળી ગયા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ નજીક 10 કિલોમીટર અંદર રહ્યું છે. અમદાવાદ, રાજકોટ અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાં ધ્રૂજારી અનુભવી. જેના કારણે લોકો ડરી ગયા. તેઓ તાત્કાલિક દોડીને ઘરની બહાર આવી ગયા. 

માહિતી અનુસાર અમદાવાદમાં બોડકદેવ, વૈષ્ણોદેવી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોરોના સંકટ અને હવે બીજી બાજુ ભૂકંપના આંચકાના અનુભવથી અમદાવાદીઓના મનમાં વધુ ગભરાટ ફેલાઇ ગયો હતો. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો તાજી થઈ ગઈ હતી. 

આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.5ની નોંધાઈછે.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake gujarat rajkot કચ્છ ગુજરાત ભૂકંપ રાજકોટ Earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ