બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / earthquake in afghanistan pakistan 6 1 magnitude

Breaking News / અફઘાનિસ્તાનમાં ભયાનકતા: ભૂકંપે ખુંવારી સર્જી દીધી, 255 લોકોના મોત, પાક.માં ધરતી ધણધણી

Pravin

Last Updated: 11:59 AM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાં મોટી તબાહી મચી હોવાની વિગતો મળી રહી છે.

  • અફઘાનિસ્તાનમાં મોટી ભયાનકતા સર્જાઈ
  • ભૂકંપના જોરદાર આંચકાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ધરતી ધણધણી
  • 255 લોકોના મોત થઈ ગયા

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 255 લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી, તેમા જણાવ્યું હતું કે, પાડોશી દેશમાં મોડી રાતે લગભગ બે કલાકને 24 મીનિટે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.1ની આંકવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા પાકિસ્તનના ઈસ્લામાબાદ સહિત બાકીના શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ ઝટકા અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેના કારણે લોકોમાં ડર ફેલાતા આમ તેમ ભાગવા લાગ્યા હતા. 

આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં મોટા ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા ફેસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં અનુભવાયા હતા. 

ગઈ કાલે કચ્છમાં પણ આવ્યો હતો ભૂકંપ

ગત રોજ આપણે ત્યાં કચ્છમાં ફરીએકવાર ભૂકંપના આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.8 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ