બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake again in Kutch: Magnitude 3.3 on Richter scale

BIG BREAKING / કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા, લોકોમાં ફફડાટ, કેન્દ્રબિંદુ માત્ર આટલાં જ કિમી દૂર

Malay

Last Updated: 09:46 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake in Kutch: આજે ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા.

  • કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો  
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ 
  • દુધઈથી 19 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યાર પછી તો કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે.  કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી કચ્છની (Earthquake in kutch) ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.  

An earthquake of magnitude 3.6 was felt in Kutch

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા
આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/earthquake' title='Earthquake'>Earthquake</a> in Gujarat, epicenter near Surat-Navsari

બનાસકાંઠામાં આવ્યો હતો ભૂકંપ
આપને જણાવી દઈએ કે, ગત 6 ઓગસ્ટે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા પંથકમાં 6 ઓગસ્ટે વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ફટાફટ પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું હતું.

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?

  • 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ