બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેતમજૂરના 3 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત, બાળકીની હાલત ગંભીર, પરિવારને માથે આભ ફાટ્યું

દ્વારકા / ખેતમજૂરના 3 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત, બાળકીની હાલત ગંભીર, પરિવારને માથે આભ ફાટ્યું

Priykant Shrimali

Last Updated: 07:57 AM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka : ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ પાસે એકત્ર થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ બે બાળકોને બચાવી શકાયા નહોતા.

Dwarka : દ્વારકાથી એક દુખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમા એક શ્રમિક પરિવારના ત્રણ નાનકડા બાળકો તળાવમાં ડૂબી જતા પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલ તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક પાણીમાં ખાબક્યા હતા. તે સમયે તેમના માતા-પિતા ખેત મજૂરીમાં વ્યસ્ત હતા, જેના કારણે ઘટનાની જાણ થવામાં મોડું થયું.

વિગતો મુજબ આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી અને 4 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે દોઢ વર્ષની એક બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ પાસે એકત્ર થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ બે બાળકોને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ખાસ કરીને શ્રમિક પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે એક સાથે બે સંતાનો ગુમાવવાનો આઘાત સહન કરવો અત્યંત કઠિન છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં પકડાયો 300 કિલોથી વધુ ગાંજો, 2 શખ્સોની ધરપકડ

આ ઘટના ગામમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા કરે છે. નાના બાળકો માટે જોખમી સ્થળો પાસે યોગ્ય સુરક્ષા ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. આવનારા સમયમાં આવી ઘટનાઓ ટાળવા માટે તળાવ આસપાસ રક્ષણાત્મક વ્યવસ્થાઓ અને જાગૃતિ વધારવાની જરૂરિયાત સ્પષ્ટ રીતે સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rural tragedy India children drowning news drowning accident Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ