બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Due to this Balasore train accident, Railway Minister made a big statement

ઓડિશા ટ્રેન દુર્ઘટના / આ કારણે થઈ બાલાસોર રેલ દુર્ઘટના: રેલ મંત્રીએ પહેલીવાર અકસ્માતના કારણને લઈને આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 01:33 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: રેલ્વે મંત્રીએ કહ્યું કે, અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું, PM મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું

  • ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ હવે રેલવે મંત્રીનું મોટું નિવેદન 
  • અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું: રેલમંત્રી 
  • ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું બન્યું: રેલમંત્રી

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, રેલ્વે મંત્રીએ કહ્યું છે કે, અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું છે. PM મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બુધવાર (7 જૂન) સવાર સુધીમાં ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું અને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું છે. જેથી આ ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડવા લાગી શકે.

રેલવે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે સેફ્ટી કમિશનરે આ મામલે તપાસ કરી છે અને તપાસ રિપોર્ટ આવવા દીધો છે પરંતુ અમે ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું બન્યું છે. અત્યારે અમારું ધ્યાન ફક્ત રેલ્વે ટ્રેક પર ટ્રેનોને સરળ રીતે ચલાવવા પર છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું ? 
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NDRF, ODRF અને રેલવેની ટીમોએ મૃતકોની ઓળખ કરવા અને ટ્રેકને રિપેર કરવા માટે આખી રાત કામ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી ગયા છે, તેઓ હોસ્પિટલોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ઘણી ટ્રેનોને રદ કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમે ટ્રેકના રિસ્ટોરેશન પર કામ કરી રહ્યા છીએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ભુવનેશ્વર પહોંચ્યા અને બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરી. આ વિનાશક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, જ્યારે 1,000થી વધુ લોકો ઘાયલ થયા છે. AIIMS દિલ્હીના તબીબી નિષ્ણાતોની એક ટીમ 1,000 થી વધુ ઘાયલ અને 100 ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તબીબી સાધનો સાથે ઓડિશામાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM મોદી balasore train accident odisha train accident બાલાસોર ટ્રેન અકસ્માત બાલાસોર ટ્રેન દુર્ઘટના Odisha Train Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ