બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Drinking Milk With Ghee for constipation home remedies

ઘરેલુ ઉપાય / દૂધમાં બસ આ એક વસ્તુ મિલાવીને ગટગટાવી જાઓ! પેટની અંદર ખૂણેખૂણામાંથી ગંદકી કાઢીને કરી દેશે સાફ

Bijal Vyas

Last Updated: 02:55 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો હળદર કે ડ્રાય ફ્રૂટ્સ પાઉડર અથવા તેમની મનપસંદ વસ્તુઓ દૂધ સાથે લેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય દૂધ સાથે દેશી ઘી પીવા વિશે સાંભળ્યું છે?

  • ગાયના દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને તેનું સેવન કરો
  • એસિડિટી તથા પેટને લગતી સમસ્યા દૂર થશે 
  • દૂધને ઘીના સેવનથી માંસપેશીઓ અને હાડકાઓને પણ મજબૂત બને છે

Drinking Milk With Ghee: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને ફિટ રહે. આ માટે એ જરૂરી છે કે તમે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો અને તમારા ખોરાકમાં એવી વસ્તુઓને સાકેલ કરો જેમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો હોય રહેલા હોય. જો તમે તમારો આહાર યોગ્ય રાખશો તો તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. આજે આપણે ઘણા પોષક તત્વોથી ભરપૂર દૂધ વિશે વાત કરીશું. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દરરોજ રાત્રે દૂધ પીવાથી શરીરને ઉર્જા અને શક્તિ મળે છે. તે જ સમયે, ઘણા લોકો હળદર અથવા સૂકા ફળોનો પાવડર અથવા તેમની મનપસંદ વસ્તુઓ દૂધ સાથે લેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય દૂધ સાથે દેશી ઘી પીવા વિશે સાંભળ્યું છે?, શું તમે ક્યારેય આવા દૂધ સાથે ઘીને પીવાનો પ્રયત્ન છે? જો નહીં, તો આવો આપણે દૂધ અને ઘી સાથેના સેવનથી થતા ફાયદાઓ વિશે જાણીએ....

Topic | VTV Gujarati

1. ડાયજેશનમાં સુધાર  
જો તમને અપચો અથવા કબજિયાતની સમસ્યા હોય તો તમે દૂધ અને ઘીનું સેવન કરી શકો છો. તેનાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગાયના દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, તેનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, એસિડિટી પણ દૂર કરે છે, તે પેટને યોગ્ય રીતે સાફ કરવામાં મદદરૂપ છે.

2. શારિરીક શક્તિમાં વધારો 
દૂધમાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. આ સાથે તે માંસપેશીઓ અને હાડકાઓને પણ મજબૂત બને છે.

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી? જાણો કયું છે વધારે  ફાયદાકારક | cow milk ghee or buffalo milk ghee which is more beneficial

3. ઇમ્યુનિટી બૂસ્ટ
દૂધ સાથે ઘીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ થાય છે. તે આંતરડા માટે પણ ફાયદાકારક છે અને પેટની બળતરાને દૂર કરવામાં કારગર છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ