બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DRI expedited an estimated 4 crore worth of betel nuts from Mundra port

એક્શન / મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ઝડપી અંદાજિત 4 કરોડની સોપારી, સ્ક્રેપ ટાયરના નામે માલ દુબઇથી મંગાવાતો

Malay

Last Updated: 11:36 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, દુબઈથી આવેલા કેન્ટેનરમાંથી ઝડપી પાડી 39.44 મેટ્રીક ટન સોપારી

  • મુન્દ્રા પોર્ટ પર DRIની વધુ એક કાર્યવાહી 
  • DRIએ વધુ એક સોપારીકાંડ ઝડપ્યું
  • દુબઇથી સ્ક્રેપ ટાયરના નામે મગાવી કરોડોની સોપારી 

Kutch News: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI)એ સોપારી સ્મગલિંગના વધુ એક કારસાને રંગે હાથે ઝડપી પાડ્યો છે. DRIએ દુબઈથી સ્ક્રેપ ટાયરના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી છે. ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ DRI દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મુંદ્રા પોર્ટ પર હવે ડ્રગ્સ નહીં 'લાલ સોનું' ઝડપાયું, DRIએ ચીન જતું કન્ટેનર  ખોલ્યું પછી થયો પર્દાફાશ | sandalwood seized at Mundra port, exposed after  DRI opens container ...

DRIની ટીમે પાડ્યો હતો દરોડો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે મુન્દ્રા પોર્ટના આશુતોષ કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ટીમે દુબઈથી આવેલા 10 જેટલા કન્ટેનરોની તપાસ કરી હતી. જેમાં કન્ટેનરોમાં આગળના ભાગે સ્ક્રેપ ટાયર મળી આવ્યા હતા, જ્યારે પાછળના ભાગે સોપારીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 

દાણચોરીનો વધુ એક પ્રયાસ નાકામ
DRIએ મુન્દ્રા પોર્ટમાં આયાત થયેલા 10 કન્ટેનરમાં ટાયર સ્ક્રેપ હોવાનું ઓન પેપર દેખાડીને તેની પાછળ મોટા પ્રમાણમાં સોપારી ઘુસાડવાના કારસાને ઉઘાડો પાડ્યો હતો. ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા દુબઈથી કન્ટેનરોમાં આવેલી સોપારીનું વજન 39.44 મેટ્રીક ટન હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ જથ્થો વડોદરાની પેઢીએ દુબઈથી મંગાવ્યો હતો. 

hazira adani port environmental issue
ફાઈલ તસવીર

સોપારીની કિંમત 4 કરોડ આંકવામાં આવી
DRIની કાર્યવાહીમાં ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ આંકવામાં આવી રહી છે. તો DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીથી બચવા માટે કોઈ વેપારીએ સ્ક્રેપ ટાયરના નામે સોપારી મંગાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ