બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dr. Atul Chag suicide case ends, Lohana society shocked by son explanation
Dinesh
Last Updated: 10:28 AM, 4 April 2024
12 ફેબ્રુઆરી 2023એ વેરાવળ શહેરના ડૉ.અતુલ ચગે આત્મહત્યા કરી હતી. જે પહેલાં તેમણે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસ ફરિયાદ નહતી થતી. જેથી અતુલ ચગના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
ADVERTISEMENT
પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો
અત્યારે લોકસભા ચૂંટણી સમયે લોહાણા સમાજમાં રાજેશ ચુડાસમાનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે .સાથે જ તેમણે ડૉ. અતુલ ચગના નામે કોઈ સંમેલનો કે મિટીંગો ન કરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
શુ હતો સમગ્ર મામલો?
તારીખ 12 ફેબ્રુઆરી 2023ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગ્યા હતાં. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો, આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.