બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:17 AM, 7 August 2026
1/6
સ્પેનના અવેલાનેસા દે મુન્યો ગામમાં 12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ અને પર્સીડ્સ ઉલ્કાવર્ષા એક જ દિવસે જોવા મળશે. માત્ર 10 લોકોની વસ્તી ધરાવતું આ ગામ દુનિયાભરના ખગોળપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સૂર્યગ્રહણના કારણે એક જ સાંજે બે વખત અંધારું થવાનો દુર્લભ અનુભવ મળશે. ત્યારબાદ રાત્રે આકાશમાં તૂટતા તારાઓની વર્ષા આ ઘટનાને વધુ ખાસ બનાવશે.
2/6
ઉત્તરી સ્પેનના બુર્ગોસ પ્રાંતમાં આવેલું અવેલાનેસા દે મુન્યો ખૂબ જ નાનું ગામ છે. અહીં માત્ર 10 લોકો કાયમી રીતે રહે છે. છતાં 12 ઓગસ્ટે આ ગામમાં હજારો પ્રવાસીઓ અને ખગોળપ્રેમીઓ પહોંચવાની શક્યતા છે. યુરોપ સહિત દુનિયાભરના લોકો આ દુર્લભ દૃશ્ય જોવા માટે પહેલેથી જ આયોજન કરી રહ્યા છે.
3/6
12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ સૂર્યાસ્ત પહેલાં શરૂ થશે. ચંદ્ર જ્યારે સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દેશે ત્યારે દિવસ દરમિયાન જ અંધારું છવાઈ જશે. થોડા સમય બાદ સૂર્ય ફરી દેખાશે અને પ્રકાશ પાછો આવશે. ત્યારબાદ સામાન્ય રીતે સૂર્યાસ્ત થશે. આ કારણથી લોકોને એક જ સાંજે બે વખત અંધારું થતું જોવા મળશે જેને વૈજ્ઞાનિકો 'ડબલ ડાર્કનેસ' તરીકે ઓળખાવે છે.
4/6
સૂર્યગ્રહણ પૂરું થયા પછી રાત્રે પર્સીડ્સ ઉલ્કાવર્ષા તેના ચરમ પર હશે. આ દરમિયાન કલાકે અનેક તૂટતા તારા આકાશમાં જોવા મળી શકે છે. એક જ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ અને ઉલ્કાવર્ષા જેવી બે મોટી ખગોળીય ઘટનાઓનું એકસાથે બનવું અત્યંત દુર્લભ માનવામાં આવે છે. તેથી ખગોળપ્રેમીઓ માટે આ ખાસ અવસર છે.
5/6
અવેલાનેસા દે મુન્યો પૂર્ણ સૂર્યગ્રહણના મુખ્ય માર્ગમાં આવેલું છે. ગામની આસપાસ ખુલ્લા ઘઉંના ખેતરો અને પહાડીઓ હોવાથી પશ્ચિમ દિશાનું સ્પષ્ટ દૃશ્ય મળે છે. અહીં કૃત્રિમ લાઇટો ખૂબ ઓછી હોવાથી રાત્રે આકાશ વધુ સ્વચ્છ દેખાય છે. આ જ કારણ છે કે ખગોળીય અવલોકન માટે આ સ્થળને શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. નજીકની હોટલો પણ લાંબા સમયથી સંપૂર્ણ બુક થઈ ગઈ છે.
6/6
આ દુર્લભ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલાં ગામ છોડીને શહેરોમાં વસેલા લોકો પણ આ ખાસ દિવસ માટે પોતાના ગામે પરત ફરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ પ્રવાસીઓને શ્રેષ્ઠ સ્થળો બતાવવાની તૈયારી કરી છે. ગામની નજીક આવેલી ગુફા પાસેનો વિસ્તાર આ દૃશ્ય જોવા માટે સૌથી ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ