બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Document registration can be done even on holidays in Gujarat.

નિર્ણય / ગુજરાતમાં રજાના દિવસે પણ થઈ શકશે દસ્તાવેજ નોંધણી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ

Vishal Khamar

Last Updated: 01:52 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંકીય વર્ષના અંતમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શુક્રવારે જાહેર રજાનાં દિવસે પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.

હાલ રાજ્યમાં નાણાંકીય વર્ષ 2023-24 વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં  જાહેર રજાનાં દિવસે રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવોનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વધુ વાંચોઃ દ્વારકા કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરનું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી અટકળો

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય જાહેર હિતને ધ્યાનમાં રાખી તા.૨૯/૦૩/૨૦૨૪ને શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ ૨૯૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ