બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / Do you want to make your bones strong like lokhand? So remove this thing from your diet from today onwards, you will get many benefits.

આરોગ્ય ટિપ્સ / હાડકાંને લોખંડ જેવા કરવા છે મજબૂત? તો આજથી જ આહારમાંથી દૂર કરો આ ચીજ, થશે અનેક ફાયદા

Megha

Last Updated: 11:00 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠું એક એવી વસ્તુ છે, જેના વગર ભોજન કરવામાં મજા આવતી નથી. પરંતુ વધુ માત્રામાં ખાવાથી આ તમારા શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

  • આહારમાં વધુ મીઠું નાખીને ખાવાની આદત મોટી મુશ્કેલી ઉભી કરી શકે
  • મીઠાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે
  • વધુ પડતા મીઠાનું સેવન બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરે

જો તમને પોતાના આહારમાં વધુ મીઠું નાખીને ખાવાની આદત છે તો આ તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. હાલમાં સામે આવેલા અભ્યાસમાં સામે આવ્યું કે મીઠું ખાવુ તમારા માટે કેટલું ખતરનાક હોઇ શકે છે. જો કે, મીઠું એક એવી વસ્તુ છે, જેના વગર ભોજન કરવામાં મજા આવતી નથી. પરંતુ વધુ માત્રામાં ખાવાથી આ તમારા શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. 

હાર્ટ અને કિડની સહિત શરીરના આ અંગોને નુકસાન કરે છે વધારે પડતું મીઠું, જાણો  રોજ કેટલું ખાવું | eating too much salt makes the heart eyes kidneys and  liver weak know how

મીઠાનું વધુ પડતું સેવન અનેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ વધુ પડતા મીઠાથી થતા જોખમો વિશે.

વધુ પડતા મીઠાનું સેવન બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરે
ભારતમાં કરોડો લોકો હાઇ બ્લડ પ્રેશર એટલે કે બીપીની બીમારીથી પીડાઈ રહ્યા છે અને આ બીમારીથી પીડિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આજના સમયમાં બીપીની સમસ્યા દરેક વયજૂથના લોકોમાં જોવા મળે છે અને તેની પાછળનું કારણ નબળી લાઈફસ્ટાઈલ, અનહેલ્થી ડાઈટ અને તણાવ હોય શકે છે. જો કે આ કારણે હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે અને આ બધા પાછળનું એક મુખ્ય કારણ છે વધુ પડતા મીઠાનું સેવન. વધુ પડતા મીઠાનું સેવન બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરે છે.

વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાડકાં નબળા પડી શકે 
કેલ્શિયમ હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે સૌથી જરૂરી ગણાતા પોષક તત્વોમાંનું એક છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમે વધુ પડતા મીઠાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. તમે જેટલું વધુ મીઠું ખાઓ છો, તેટલું વધુ કેલ્શિયમ તમારા શરીરમાંથી દૂર થાય છે, જેનો અર્થ છે કે તે તમારા હાડકાં માટે પણ ખૂબ નુકસાનકારક છે. દિવસમાં 2,300 મિલિગ્રામ કરતાં ઓછું સોડિયમ લેવાનું લક્ષ્ય રાખો. 

Topic | VTV Gujarati

વધુ મીઠું ખાવાથી આ બીમારીઓનો ખતરો
મીઠામાં સોડિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. વધુ માત્રામાં તેનું સેવન હ્રદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગનો ખતરો વધારી શકે છે. આ ઉપરાંત દુનિયાભરમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે લાંબા સમય સુધી સોડિયમની વધુ માત્રા લેવાથી મેદસ્વીતા, પેટનું કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ વધે છે.ભારતીયોના જમવામાં મીઠાનું પ્રમાણ વધુ ભારતીયોમાં મીઠાનો વપરાશ વધી રહ્યો છે. આજે આપણે જે પ્રકારની ખાણીપીણી ખાઇએ છીએ તેમાં વધુ મીઠું હોય છે. કોઇ પણ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન ખાવુ જોઇએ.જોકે આખી દુનિયામાં લોકો રોજ ૧૦.૮ ગ્રામ મીઠાનું સેવન કરે છે, જે ઘાતક પરિણામો આપે છે અને કિડની, સ્ટ્રોક, હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારીઓની ભેટ આપે છે.

Topic | VTV Gujarati

આ અંગો પણ થાય છે પ્રભાવિત
વધારે મીઠાના સેવનથી હાઈ બીપીનો ખતરો રહે છે અને તેનાથી લોકોની આંખોનું તેજ ઘટે છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો તેનાથી ફેટી લિવરની મુશ્કેલી પણ સર્જાય છે. કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર થયા છે. લિવરની આસપાસ ફેટ જમા થાય છે અને સોજા આવે છે. કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર થાય છે તે ફિલ્ટર કરવામાં અસમર્થ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ