બ્રેકિંગ ન્યુઝ
VTV / Do you know why +91 is prefixed to our phone number? Know the reason behind what is
Megha
Last Updated: 04:16 PM, 5 November 2022
ADVERTISEMENT
આજે આપણા બધા પાસે સ્માર્ટફોન છે અને તેના દ્વારા ઘણા કામ ખૂબ સહેલાઈપૂર્વક થઈ જાય છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણો બદલવા કર્યો છે. આ બધી વાત વિશે આપણે બધા જાણીએ છીએ. ફોન કરતાં સમયે આપણએ દરેક લોકોએ જોયું હશે કે આપણા મોબાઈલ નંબરની આગળ +91 કેમ લખવામાં આવે છે શું તમે જાણો છો કે એ કેમ લખવામાં આવે છે કે તેનો અર્થ શું થાય છે? ઘણા લોકો ને આ વાત વિશે ખબર હશે પણ ઘણા લોકોને ખબર નથી કે મોબાઈલ નંબરની આગળ +91 શા માટે લગાવવામાં આવે છે. આજે અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
જણાવી દઈએ કે +91 એ આપણા ભારતનો દેશ કોડ છે. પણ આપણા ભારતનો દેશ કોડ ફક્ત +91 જ કેમ રાખવામાં આવ્યો છે? અન્ય કોઈ કોડ ભારતને કેમ નથી આપવામાં આવ્યો લોકોને એવા પણ ઘણા સવાલો થાય છે અને અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા અલગ અલગ દેશના કૉલિંગ કોડ નક્કી કરવામાં આવે છે. આ સાથે એ માહિતી પણ આપશુ કે દેશ કોલિંગ કોડ નક્કી કરવાનું કામ કોણ કરે છે...
તમને જણાવી દઈએ કે દેશના કૉલિંગ કોડ્સ આંતરરાષ્ટ્રીય ટેલિફોન નંબરિંગ પ્લાનનો ભાગ છે અને આનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં કોલ કરવા માટે થાય છે.
જો તમારા દેશની અંદર જ કોઈ પણ કૉલિંગ કરવું છે તો આવી સ્થિતિમાં, આ કોડ ઓટોમેટિક બની જાય છે પણ જ્યારે તમે બીજા દેશમાં કૉલ કરી રહ્યાં છો તો આવી સ્થિતિમાં તમારે નંબરની પહેલા દેશનો કોડ લગાવવો પડે છે.
જણાવી દઈએ કે કન્ટ્રી કોલિંગ કોડ આપનાર દેશ તેમના ઝોન અને ઝોનમાં આવતા તેમના નંબરો દ્વારા નક્કી કરવામાં આવે છે. એ જ રીતે ભારતને 9મા ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે અને મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટાભાગના દેશો પણ આ જ ઝોનમાં છે.
ભારતને તેમાં 1 નો કોડ મળ્યો છે અને એટલા માટે જ ભારતનો દેશ કોલિંગ કોડ +91 છે. એવી જ રીતે પાકિસ્તાન વિશે વાત કરીએ તો તેનો દેશ કોલિંગ કોડ +92 છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો કન્ટ્રી કોલિંગ કોડ +93 અને શ્રીલંકા +94 છે. '
તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દેશોને કન્ટ્રી કોડ જારી કરવાનું કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.