ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:42 PM, 13 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Lord Ganesha Tulsi Shrap Katha: 19 સપ્ટેમ્બરને મંગળવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. 10 દિવસ માટે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
આ પૂજામાં ગણપતિને અક્ષત, ફૂલ, દુર્વા અને મોદક ચઢાવવામાં આવે છે. શું તમે જાણો છો કે, ગણેશ પૂજનમાં તુલસી ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. આવો જાણીએ, આની પાછળની એક પૌરાણિક કથા વિશે...
ADVERTISEMENT

એક વખત ભગવાન ગણેશ ગંગા ઘાટ પર તપસ્યા કરી રહ્યાં હતા. ત્યારે તેમની પર દેવી તુલસીની નજર પડી હતી. ગણપતિને જોઇ તુલસી આકર્ષિત થઇ અને ગણેશજીની સામે વિવાહનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ ગણપતિને પ્રસ્તાવ સ્વીકાર કર્યો નહીં.
ADVERTISEMENT
તુલસી આ અપમાન સહન ના કરી શક્યા અને તેમને ક્રોધમાં આવીને ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે વિવાહ થશે. આગળ જઇને ગણેશજીના વિવાહ રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા.

ADVERTISEMENT
પુરાણો અનુસાર, રિદ્ધિ-સિદ્ધિને પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણ અનુસાર, ગણેશજીની બે પત્નીઓ છે. રિદ્ધિ અને સિદ્ધિથી તેમની બે પુત્ર શુભ- લાભ છે.
આ જ કારણ છે કે ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવામાં આવતો નથી. તેથી ગણેશ ચતુર્થી પર તમે પણ ગણપતિને ભૂલથી તુલસી ના ચઢાવવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT