બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે ન કરતા આ કામ, નહીંતર થઈ શકે બ્લાસ્ટ, જાણો રીત

ટેક / મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે ન કરતા આ કામ, નહીંતર થઈ શકે બ્લાસ્ટ, જાણો રીત

Nirav Kumar

Last Updated: 07:41 PM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે તમારા ફોનની બેટરીની લાઈફ વધારવા માંગો છો? તો તમારે ફોન યુઝ કરતી વખતે અમુક ભૂલો ન કરવી જોઈએ.

હવે લગભગ દરેક લોકો સ્માર્ટફોન યુઝ કરતા થઇ ગયા છે. પરંતુ સ્માર્ટફોન યુઝ કરતી વખતે બેટરીને લઇકાગજી રાખવી જરૂરી છે. નહીં તો તે બેટરીની લાઈફને અસર કરે છે. ઘણા લોકો આખી રાત ફોન ચાર્જિંગમાં રાખતા હોય છે અને ક્યારેય  0% સુધી ચાર્જ કરતા નથી. ફોન ચાર્જ કરવાની આ આદતો સામાન્ય લાગે છે પરંતુ તે તમારા બેટરી માટે એટલી જ હાનિકારક સાબિત થઇ શકે છે.

એક્સપર્ટ અને સંશોધન અનુસાર, કેટલાક મૂળભૂત નિયમોને સમજીને તમે તમારી બેટરીની લાઇફ અને સલામતી બંનેનું રક્ષણ કરી શકો છો. જેમાં મોટાભાગની સ્માર્ટફોન બેટરી લિથિયમ-આયન છે.  લિથિયમ-આયન બેટરીને સંપૂર્ણ રીતે ખાલી કરવી કે તેને વારંવાર સંપૂર્ણ રીતે ચાર્જ કરવી એ સારી બાબત નથી.

એક્સપર્ટ અનુસાર, સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થવાથી એટલે કે બેટરીને 0% સુધી લાવવાથી તેની લાઇફ ઘટે છે. આથી નાના ચાર્જિંગ સાઇકલનો ઉપયોગ કરવો વધુ બેસ્ટ છે. ઘણા લોકો તેમના ફોનની બેટરી સંપૂર્ણ રીતે ખાલી થાય ત્યાં સુધી રાહ જુએ છે. કેટલાક સંશોધન દર્શાવે છે કે બેટરીને વારંવાર હાઈ વોલ્ટેજ સ્થિતિમાં એટલે કે, 100% પર લાંબા સમય સુધી રાખવાથી લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.

જોકે બેટરીને 80% સુધી મર્યાદિત રાખવી એ બેટરી લાઇફ માટે બેસ્ટ માનવામાં આવે છે, આજના સ્માર્ટફોનમાં એડવાન્સ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ હોય છે જે આ નુકસાનને ઘટાડે છે. તેમ છતાં તમારા ફોનને દરરોજ મોટાભાગે 20% થી 80% ની વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયાસ કરો.

ફાસ્ટ ચાર્જિંગને લઈને પણ અમુક બાબતો છે. જેમાં અમુક અભ્યાસો દર્શાવે છે કે ખૂબ ફાસ્ટ ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે અને તેની લાઈફ ઘટી શકે છે.  સારી ગુણવત્તાવાળા ચાર્જર અને સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ આ નુકસાનને અટકાવી શકે છે. એટલે કે, જો તમે ઓરીજનલ કે સર્ટિફાઈડ ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા છો તો ફાસ્ટ ચાર્જિંગ નુકસાન પહોંચાડશે નહીં.

vtv app promotion
  • ખતરનાક ભૂલો
    ગેમ રમતી વખતે કે વીડિયો જોતી વખતે તમારા ફોનને ચાર્જ કરવાથી કે પથારીમાં  પર સૂતી વખતે યુઝ કરતી વખતે ચાર્જ કરવાથી ફોન વધુ ગરમ થઈ શકે છે. જે માત્ર બેટરીને નુકસાન પહોંચાડતું નથી પણ બ્લાસ્ટનું જોખમ પણ વધારે છે.  આથી ફોન ચાર્જ કરતી વખતે ફોનને ઠંડી, ખુલ્લી જગ્યાએ રાખો.
  •  નકલી કે લોકલ ચાર્જરનો ઉપયોગ
    આ ચાર્જર ન તો વોલ્ટેજને યોગ્ય રીતે કંટ્રોલ કરે છે અને ન તો તેમાં સેફટી સર્કિટ હોય છે. જે માત્ર ફોનની બેટરીને જ નુકસાન નથી પહોંચાડતું પણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટનું જોખમ પણ વધારે છે.

વધુ વાંચો : WhatsApp પર મળશે આ ખાસ સુવિધા, આ ફિચરથી બદલાશે ચેટિંગનો અંદાજ

  •  શું કરવું જોઈએ?
    બને ત્યાં સુધી તમારા ફોનમાં 80% ચાર્જિંગ થાય ત્ચારે રીમુવ કરી દો. ફોનને 0% સુધી ડ્રેઇન કરવાનું ટાળો, ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ કરો અને ઓવરહિટીંગ અટકાવવા માટે ચાર્જ કરતી વખતે તમારા ફોનનો ઉપયોગ ન કરો. આ નાના ફેરફારો તમારી બેટરીની લાઈફ વધારશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phone Battery Battery Life Phone Charging
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ