ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / do-not-do-these-mistakes-while-using-mobile-wallet

NULL / મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલો

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારતને ડિજિટલ બનાવવા માટે મોદી સરકારની અલગ-અલગ યોજનાઓ અને નોટબંધીના પરિણામ સ્વરૂપે લોકો હવે પહેલાની સરખામણીએ લોકો ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. આમ તો ડિજિટલ ટ્રાન્જેક્શન પરના ઘણા મોડ છે જેવા કે નેટ બેંકિગ ચેક ડ્રાફ્ટ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ વગેરે.. પણ આજકાલ લોકોને સૌથી વધુ સરળ રીત મોબાઈલ વૉલેટની લાગે છે.

રિપોર્ટ્સ અનુસાર છેલ્લા વર્ષે નવેમ્બર બાદ મોબાઈલ વૉલેટ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે. આનું એક કારણ એ પણ છે કે આજકાલ સસ્તા અને બજેટ સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યાં છે જેના કારણે મોટાભાગના લોકો પાસે મોબાઈલ હોય છે. એક તરફ મોબાઈલ વૉલેટથી પેમેન્ટ કરવું સરળ છે ત્યાં બીજી બાજુ તેના ઉપયોગ અંગે કેટલીક સાવધાનીઓ વર્તવી જરૂરી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ કે મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.

OTP શૅર ન કરો:

સૌથી જરૂરી વાત તો એ છે કે ટ્રાન્જેક્શન માટે આવતા OTP નંબરને ક્યારેય શૅર ન કરો. મોબાઇલ વૉલેટ કંપનીઓ પણ યૂઝર્સને આ વિશે સૂચના આપે છે આ સાથે જ બતાવવામાં આવે છે જો કોઇ ફોન આવે અને તે ભલે સંબંધિત કંપનીનો જ હોય તેની સાથે OTP અને વૉલેટ સંબંધિત જાણકારી શેર ન કરો.

લોગઆઉટ રાખો એકાઉન્ટ:

મોટેભાગે લોકો પોતાના ફોન મોબાઇલ વૉલેટ એપમાં પર લોગિન કરી રાખતા હોય છે એવામાં જો તમે ફોનમાં પાસવર્ડ ના હોય તો કોઇ ખોટી રીતે ઉપયોગ કરી શકે છે. આ સાથે ફોન ખોવાઇ જવા પર તમારા વૉલેટમાં સારા તમામ પૈસા પણ જતા રહેવાનો ભય રહે છે.

વૉલેટમાં કેશમાં એડ કરો ત્યારે રિફ્રેશ-બેકનું બટન ન દબાવો:

ક્યારેક-ક્યારેક વૉલેટમાં એકાઉન્ટથી કેશ એડ કરતા સમયે નેટવર્ક ઇશ્યૂની કારણે થોડો સમય લાગે છે.  આવામાં યૂઝરને રિફ્રેશ અથવા બેકનું બટન ન દબાવવું જોઈએ. જ્યાં સુધી ટ્રાન્ઝેક્શન ફેલ અથવા સક્સેસફુલ ન થઈ જાય ત્યાં સુધી કશું જ ન કરો.

એપ લૉકનો કરો ઉપયોગ:

જો તમે તમારા સ્માર્ટફોનમાં લૉક ભલે ન લગાવ્યું હોય પણ એપ લૉકનો ઉપયોગ જરૂરથી કરો આનાથી જો તમે વૉલેટમાં હંમેશાં લોગ-ઈન રાખશો તો પણ તે સુરક્ષિત રહેશે અને ફોન ગુમ થઈ જાય તો પણ તમારા વૉલેટમાં રહેલા પૈસા લૂંટાઈ જવાની ચિંતા નહી રહે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ