બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / district level meeting of BJP was held at deesa Banaskantha regarding Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / 'માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેનત કરો' બનાસકાંઠામાં કાર્યકર્તાઓની બેઠકમાં પાટીલની ટકોર

Vishal Khamar

Last Updated: 02:15 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપની જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ જોડાયા હતા.

લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર ધમધમતો કરી દેવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાનાં ડીસા ખાતે ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે બુથ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. 

બનાસકાંઠા જીલ્લાનાં 2160 બુથ પ્રમુખોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.  ત્યારે ભાજપ ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠાનાં ડીસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લાનાં 2160 બુથ પ્રમુખોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ બુથ પ્રમુખોને પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે કહ્યું હતું. ડીસા ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠકમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ બેઠકમાં જોડાયા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી સુધી તમામ કામ સાઈડમાં મૂકી દેવા પાટીલની ટકોર કરી હતી. તેમજ માત્રને માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેતન કરી હતી. 

વધુ વાંચોઃ 'આજે અને હમણાં સંયોજક છું કાલે... રાજીનામુ આપવા મામલે વડોદરાના ભાજપ સંયોજક ભરત શાહનું નિવેદન

અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતોઃ સી.આર.પાટીલ (પ્રદેશ પ્રમુખ, ભાજપ)
બનાસકાંઠાનાં ડીસા ખાતે પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. ત્યારે મે 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી. પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. તેમજ મને પણ મારામાં વિશ્વાસ ન હતો. પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનનાં વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો છે. એમને અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે. એના પ્રમાણે એમને ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું. 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ