બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / dhoni to retire from cricket after ipl 16 confirmed again after match against kkr

CSK Vs KKR / IPL 16ની પૂર્ણાહુતિ થતા જ ધોની ક્રિકેટને કહી દેશે અલવિદા! આપ્યો વધુ એક સંકેત

Manisha Jogi

Last Updated: 09:07 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મેચ પૂર્ણ થયા પછી ધોનીએ સંકેત આપ્યો છે કે, IPL 16 પછી ક્રિકેટને અલવિદા કહી દેશે.

  • CSKએ KKRને 49 રનથી હરાવ્યું.
  • ધોનીએ ક્રિકેટને અલવિદા કહેવાનો આપ્યો સંકેત.
  • CSK પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચ્યું.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. રવિવારે રમવામાં આવેલ મેચમાં CSKએ KKRને 49 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. મેચ પૂર્ણ થયા પછી ધોનીએ સંકેત આપ્યો છે કે, IPL 16 પછી ક્રિકેટને અલવિદા કહી દેશે. 

આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવી રહી હતી. મોટાભાગના દર્શક ધોની અને CSKને સમર્થન કરી રહ્યા હતા. મેચ પછી એવોર્ડ સેરેમની ચાલી રહી હતી, તે દરમિયાન ધોની ધોનીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ધોનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેને આટલું સમર્થન કેવી રીતે મળ્યું છે. જેના જવાબમાં ધોનીએ જવાબ આપ્યો હતો કે, ‘અહીંયા હાજર તમામ લોકો કદાચ મને ફેરવેલ આપવાની કોશિશ કરી રહ્યા છે.’

ધોની વધુમાં જણાવે છે કે, ‘હું દર્શકોના સપોર્ટનો આભારી છું. અહીંયા મોટી સંખ્યામાં ફેન્સ હાજર છે. આગામી મેચમાં મોટાભાગના ફેન્સ KKRનું સમર્થન કરતા જોવા મળશે. દર્શકો મને ફેરવેલ આપવાની કોશિશ કરી રહ્યા છે અને હું તેમનો આભારી છું.’

સંન્યાસ લેવાનો આપ્યો સંકેત
ધોનીએ આ સીઝન પછી ક્રેકિટને અલવિદા કહેવાનો સંકેત અગાઉ પણ આપ્યો હતો. આ પહેલાની મેચમાં ધોનીએ જણાવ્યું હતું કે, તેઓ કરિઅરના છેલ્લા તબક્કા પર છે. ધોનીની કેપ્ટનશીપમાં CSKએ 7માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર આવી ગયું છે. CSK પ્લેઓફમાં આવશે તે ફાઈનલ થઈ ગયું છે. CSKએ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે હવે માત્ર ત્રણ મેચ જીતવાની છે. જે પ્રકારે CSKના ખેલાડીઓ મેચ રમી રહ્યા છે, તે જોઈને લાગી રહ્યું છે કે, આ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ