બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:39 PM, 29 April 2025
આવતીકાલે એટલે કે 30 એપ્રિલે દેશભરમાં અક્ષય તૃતીયાની ઉજવાશે. પણ તે આજથી એટલે કે મંગળવારથી શરૂ થશે. પરંતુ દરેક શુભ મુહૂર્ત આવતીકાલે એટલે કે બુધવારે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે કાલે સોનું ખરીદવા માંગતા હોવ તો પહેલા જાણો કે તેને ખરીદવાનો શુભ સમય કયો છે.
ADVERTISEMENT
અક્ષય તૃતીયાનો દિવસ નવા વ્યાપાર માટે પણ સારો માનવામાં આવે છે. આ દિવસ રોકાણ શરૂ કરવા માંગતા લોકો માટે શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલી ખરીદી લાંબા ગાળાનું રિટર્ન આપે છે. આ સિવાય આ દિવસે નવું ઘર ખરીદવાને પણ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત
ADVERTISEMENT
ADVERTISEMENT
હિન્દુ ધર્મની કથા મુજબ, ભગવાન કૃષ્ણ પાંડવોના વનવાસ દરમિયાન તેમની મુલાકાતે ગયા હતા. દ્રૌપદીને લાગ્યું કે તેની પાસે કંઈ નથી તેથી તેને માફી માંગી. દ્રૌપદીની ભક્તિથી પ્રસન્ન થઈને કૃષ્ણ ભગવાને તેમના ભોજનના પાત્રમાંથી એક ઔષધિ કાઢી અને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું. આ એક એવું વાસણ હતું જેમાં ભોજન ક્યારેય ખતમ થતું નથી. બીજી એક કહાની એવી છે કે ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા પાસેથી આશીર્વાદ મેળવ્યા બાદ આ દિવસે ભગવાન કુબેરને સ્વર્ગની સંપત્તિના રક્ષક બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.