બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તમારી કુંડળીમાં તો નથી ને બુધની મહાદશા, તો 17 વર્ષ સુધી તમારી પ્રગતિ નહીં અટકે, સાથે અપનાવો આ ઉપાય

ધર્મ / તમારી કુંડળીમાં તો નથી ને બુધની મહાદશા, તો 17 વર્ષ સુધી તમારી પ્રગતિ નહીં અટકે, સાથે અપનાવો આ ઉપાય

Last Updated: 07:37 AM, 31 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને તર્ક, બુદ્ધિ, ચતુરાઈ, વેપાર, અર્થવ્યવસ્થા, મિત્રતા, ગણિત અને સંવાદનો પ્રતિક માનવામાં આવે છે. તે મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. કહેવાય છે કે જો બુધ ગ્રહ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં બિરાજમાન હોય તપ તે દરેક કામ સફળ બનાવે છે અને તેનાથી તામરી મહેનતનું સકારાત્મક પરિણામ મળે છે.

જ્યોતિષમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલી મહેનત કરી લે પણ તેને કેટલી સફળતા મળશે તે તેની કુંડળીમાં રહેલા બુધની દશા પર નિર્ભર કરે છે. બુધ ગ્રહની મહાદશાની વાત કરીએ તો તે 17 વર્ષો સુધી ચાલે છે. જો કુંડળીમાં બુધની મહાદશા બનેલી હોય તપ તેનો પ્રભાવ 17 વર્ષ સુધી રહે છે જેના લીધે જાતકને નોકરી અને વેપારમાં ખૂબ જ સફળતા મળે છે.

કુંડળીમાં બુધ નબળો હોવાના પરિણામ

જ્યોતિષ અનુસાર જીવનમાં કેટલી સફળતા મળશે તેનો આધાર બુધની દશા પર પણ નિર્ભર કરે છે. જો બુધ કુંડળીમાં અશુભ અને નકરાત્મલ દશામાં હોય તપ તેના લીધે જાતકને નિરાશાજનક પરિણામ મળે છે, તેનું કરિયર અટકી જાય છે અને વેપારમાં પણ નુકસાન થાય છે.

કુંડળીમાં મજબૂત સ્થિતિમાં બુધ

જો બુધ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં બિરાજમાન હોય તપ તે વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. તેઓ પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરી શકે છે અને તેમના હસમુખા સ્વભાવને કારણે તે દરેક લોકોમાં પ્રિય હોય છે. તેમનું સોશિયલ સર્કલ ઘણું મોટું હોય છે, મેનેજમેન્ટ, ટીચિંગ, બેન્ક, માર્કેટિંગ જેવા સેક્ટરમાં તે લોકો ઘણી સફળતા મેળવે છે.

વધુ વાંચો: કોડીનારમાં ખોડિયાર મા સાક્ષાત બિરાજમાન, માતાજીની હાજરી સ્વરૂપે કૂવામાં ત્રિશુલ અને થાપા

બુધની દશા મજબૂત કરવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બુધની દશા મજબૂટક અર્વા માંતે બુધવારનું વ્રત રાખવું જોઈએ. આ દિવસે બુધના મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ચંદન, ધૂપ અને અગરબત્તી અર્પણ કરવી જોઈએ. આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને બુધગ્રહનું રતન ધારણ કરવું જોઈએ. બુધને મજબૂત કરવા માટે બુધવારે તુલસીનો છોડ લગાવવો જોઈએ અને નિયમિત તેની પૂજા કરવી જોઈએ. સાથે જ બુધવારે ગાયને લીલું ઘાસ અને કિન્નરોને પણ પૈસા ભેટમાં આપવા જોઈએ.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budh Mahadasha Budh Grah Upay , Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ