બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devbhumi died tragically in Bhanvad of Dwarka district while feeding a dog.

દ્વારકા / કંપારી છૂટી જશે! દ્વારકામાં રખડતાં શ્વાને બાળકીને ફાડી ખાધી, હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત

Dinesh

Last Updated: 10:51 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devbhumi Dwarka news: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને  હુમલો કર્યો હતો

રાજ્યમાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા શ્વાને ફરીએકનો ભોગ લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને  હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેનું મૃત્યું નીપજ્યું છે.

રખડતા શ્વાનના કારણે બાળકીનુ મૃત્યુ
ભાણવડમાં શ્વાને બાળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. શ્વાને બાળકી પર એટેક કરી શરીર પર બચકે બચકા ભરી શરીરી પર ઘાવે ઘાવ કરી નાંખ્યા હતાં. જેના પગલે  બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ માટે સારવાર ખેસડવામાં આવી હતી પરંતુ તે પહેલા તેના શ્વાસ બંધ થઈ ગયા હતાં. અત્રે જણાવીએ કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ડોગ બાઈટસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.  

કુતરું કરડે તો હડકવા વિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે,  વેટરનરી સર્જનએ જણાવ્યું કે, હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.  

વાંચવા જેવું: રિક્ષામાં બેસતા પહેલા ચેતજો! નહીં તો પાકીટ થઈ જશે ગાયબ, ભરૂચમાં 3ની ધરપકડ

કુતરું કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ