બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / dengue diet avoid these food in dengue fever it will be danger coffee spicy food

સાવધાન / ડેંગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાતા આ ચીજ, નહીં તો ઇમ્યુનિટી સિસ્ટમ થઇ જશે ડાઉન, જાણો શું સૌથી બેસ્ટ

Manisha Jogi

Last Updated: 11:11 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડિઝ મચ્છર કરડવાથી ડેંગ્યુ ફેલાય છે. ડેંગ્યુ થાય તો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને શરીરની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થવા લાગે છે.

  • ચોમાસાની શરૂઆત થતા મચ્છરજન્ય રોગનું જોખમ વધ્યું
  • ડેંગ્યુ થાય ત્યારે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
  • ડેંગ્યુમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ?

ચોમાસાની શરૂઆત થતા મચ્છરજન્ય રોગનું પણ જોખમ વધ્યું છે. એડિઝ મચ્છર કરડવાથી ડેંગ્યુ ફેલાય છે. ડેંગ્યુ થાય તો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને શરીરની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થવા લાગે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધ ડેંગ્યુની ચપેટમાં આવે છે. ડેંગ્યુના સામાન્ય લક્ષણ હોય તો પણ તે જીવલેણ હોય છે. ડેંગ્યુ થાય ત્યારે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવો જાણીએ ડેંગ્યુમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. 

ડેંગ્યુમાં શું ના ખાવું જોઈએ
મસાલેદાર ભોજન-
ડેંગ્યુના દર્દીઓએ મસાલેદાર ભોજનનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે અને અલ્સરની સમસ્યા છે. આ સમસ્યાથી રાહત મેળવવામાં વધુ સમય લાગે છે. 

કોફી- ડેંગ્યુના દર્દીઓએ કોફી અથવા કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે હાર્ટબીટ વધી શકે છે, થાક લાગે છે અને માંસપેશીઓમાં સમસ્યા થવા લાગે છે. 

માંસાહારી ભોજનનું સેવન ના કરવું- ડેંગ્યુના દર્દીઓએ નોનવેજ ના ખાવું જોઈએ. નોનવેજમાં મસાલો વધુ હોય છે, જે સરળતાથી પચી શકતો નથી. આ કારણોસર ડેંગ્યુ થાય ત્યારે હુંફાળા પાણીનું સેવન કરવું અને પ્રવાહી વધુ લેવું. 

ડેંગ્યુ થાય તો શું ખાવું જોઈએ?
નારિયેળ પાણી-
ડેંગ્યુ થાય તો નારિયેળ પાણીનું સેવન કરવું તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પોષક તત્ત્વો હોય છે, જે શરીરમાં પાણીની ઊણપ દૂર કરે છે. 

પપૈયાના પાન- પપૈયાના પાનમાં પપૈન અને કાઈમોપૈપેન જેવા એન્ઝાઈમ્સ રહેલા હોય છે, જેની મદદથી પાચન સરળતાથી થાય છે. સોજો આવતો નથી અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી. ઉપરાંત પ્લેટલેટ ઝડપથી વધવા લાગે છે. 30 ml પપૈયાના પાનના રસનું સેવન કરવાથી પ્લેટલેટ વધે છે અને ડેંગ્યુના ઈલાજમાં ફાયદાકારક છે. 

કીવી- કીવીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમની સાથે સાથે વિટામીન એ અને વિટામીન ઈ હોય છે. જે શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલિત કરવાની સાથે સાથે હાઈપરટેંશન અને હાઈ બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરે છે. કીવીમાં રહેલ કોપરને કારણે રક્તકોશિકાઓનું નિર્માણ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે, જે ડેંગ્યુના તાવને દૂર કરવા માટે લાભકારી ગણાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ