ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ડિલીવરી બોયે ગ્રાહકનુ ભોજન રસ્તામાં પતાવી દીધુ
ગ્રાહકે ટ્વિટર પર ડિલીવરી બોયની સાથે થયેલી આ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. એક શખ્સે ઑનલાઈન ખાવાનુ ઓર્ડર કર્યુ. ઑર્ડર કર્યા બાદ તે ડિલીવરીની રાહ જોઇ રહ્યો હતો. ગ્રાહકને ખૂબ ભૂખ લાગી હતી ત્યારે તેને ડિલીવરી બોયનો મેસેજ મળ્યો. આ મેસેજને વાંચીને તે ચોંકી ગયો. કારણકે ડિલીવરી બોયે તેનુ ઓર્ડર કરેલુ ભોજન રસ્તામાં પતાવી દીધુ.
ADVERTISEMENT
ગ્રાહકે કહ્યું, તમે ખૂબ ખરાબ વ્યક્તિ છો
ડિલીવરી બોય અને ગ્રાહકની વચ્ચે થયેલ આ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચેટમાં સૌથી પહેલા ડિલીવરી બોય લખે છે, Sorry. જેના પર ગ્રાહકે પૂછ્યુ, શું થયુ? જેના જવાબમાં ડિલીવરી બોયે લખ્યું, ભોજન ખૂબ ટેસ્ટી હતુ. મેં તે ખાઈ લીધુ. તમે કંપનીને તેની ફરિયાદ કરી શકો છો. ઑનલાઈન ફૂડ ડિલીવરી કંપની Deliverooના કર્મચારીના મેસેજ વાંચીને ગ્રાહકે કહ્યું, તમે ખૂબ ખરાબ વ્યક્તિ છો. જેના પર તે જવાબ આપે છે, મને તેની કોઈ ચિંતા નથી.
ADVERTISEMENT
Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk
— Bags (@BodyBagnall) October 28, 2022
ADVERTISEMENT
ગ્રાહકને ખૂબ ભૂખ લાગી હતી
ધ સન મુજબ આ મામલો બ્રિટનનો છે. ઓર્ડર કરનારા શખ્સનુ નામ લિયામ બેગનૉલ છે. તેને ખૂબ ભૂખ લાગી હતી. તેથી તેણે Deliveroo માંથી ભોજન ઓર્ડર કર્યો હતો. પરંતુ ડિલીવરી બોય આ ભોજનને રસ્તામાં જ પતાવી દીધુ. એટલું જ નહીં, તેણે સામેથી મેસેજ કરી આ વાતને ગ્રાહકને પણ જણાવી કે તેનો ઓર્ડર નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT