બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / અજબ ગજબ / delhi metro viral videos couple kiss bikini girl train reels pepper spray

વાયરલ / બિકિની પહેરીને આવી યુવતી, કપલે સરેઆમ કરી KISS... 5 VIDEOSના કારણે દિલ્હી મેટ્રોની દેશભરમાં ચર્ચા

Arohi

Last Updated: 12:17 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Videos: દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રહે છે. કોઈમાં લોકો ડાન્સ કરતા જોવા મળે છે તો કોઈના ઝગડા. અત્યાર સુધી આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેના પર ખૂબ બબાલ થઈ છે.

  • વાયરલ વીડિયોના કારણે ચર્ચામાં દિલ્હી મેટ્રો 
  • ક્યાંક કપલે કરી કિસ તો બિકિનીમાં આવી યુવતી 
  • જુઓ એવા 5 વીડિયો જેણે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ 

દિલ્હી મેટ્રો હંમેશા જ ચર્ચામાં રહે છે. પરંતુ તેના પાછળનું કારણ તે વીડિયો હોય છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તેમાં એજ નિયમોનું ઉલ્લંધન થાય છે જે મેટ્રોએ લોકોની સુવિધા માટે બનાવ્યા છે. 

હાલ એક યુવતીની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે. તે બ્રાલેટ અને શોર્ટ સ્કર્ટ પહેરીને મેટ્રોમાં ટ્રાવેલ કરતી જોવા મળી રહી છે. યુવતીનું કહેવું છે કે ઘણા મહિનાથી આમ કરી રહી છે પરંતુ આ વસ્તુ લોકોને પસંદ નથી આવી રહી. 

કપલનો વીડિયો પણ ખૂબ ચર્ચામાં 
આ ઉપરાંત એક કપલનો વીડિયો પણ ખૂબ જ ચર્ચામાં છે. બન્ને જાહેરમાં મેટ્રોમાં કિસ કરી રહ્યા છે. સાથે જ મેટ્રોમાં રીલ્સ બનાવવી પણ હવે સામાન્ય થઈ ગઈ છે. જ્યારે નિયમો અનુસાર અહીં વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે. 

સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદ છે કે પબ્લિક પ્લેસ પર લોકો કંઈ પણ કરી રહ્યા છે અને મેટ્રોની તરફથી કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ચલો હવે દિલ્હી મેટ્રોમાં બનેલા આવા પાંચ વીડિયોઝ વિશે જાણીએ જેના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચી ગઈ છે. 

બ્રાલેટ-સ્કર્ટમાં ટ્રાવેલ 
સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બ્રાલેટ અને શોર્ટ સ્કર્ટ પહેરીને જોવા મળી રહી છે. યુવતી પર લોકો ખૂબ જ ભડકી રહ્યા છે. યુવતીની ઓળખ 19 વર્ષીય રિદમ ચનાનાની રીતે થઈ રહી છે. 

તેણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે જે ઈચ્છે છે તે જ તે કરશે. તેની તેને આઝાદી છે. જોકે લોકોનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર લોકોને કેવો વહેવાર કરવો જોઈએ તેના નિયમો નક્કી કરવા જોઈએ. 

 

ચાલટી ટ્રેનમાં કપલની કિસ 
અન્ય એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના પર ખૂબ બબાલ મચી ગયો છે. તેમાં એક કપલ ગેટની પાસે ઉભુ રહીને કિસ કરતું જોવા મળી રહ્યું છે. વીડિયો કોણે રેકોર્ડ કર્યો છે તેની જાણકારી નથી. 

આ મામલામાં જ્યાં એક તરફ લોકોનું કહેવું છે કે કોઈના પ્રાઈવેટ મૂમેન્ટને રેકોર્ડ કરવું ખોટું છે. તો ત્યાં જ બીજી તરફ લોકોનું કહેવું છે કે પબ્લિક પ્લેસ પર આ પ્રકારની ગતિવિધિ કરવાથી લોકોએ બચવું જોઈએ. 

પેપર સ્પ્રેનો ઉપયોગ 
આ વીડિયોમાં બે મહિલાઓ એક બીજા સાથે ઝગડતી જોવા મળી રહી છે. ઝગડો એટલો વધી ગયો છે કે તેમાંથી એક મહિલા બીજી પર પેપર સ્પ્રેથી હુમલો કરવાની ધમકી આપે છે. વીડિયો કેટલો જુનો છે તે ખબર નથી પડી શકે. આ બીજેપી નેતા તજીંદર સિંહ બગ્ગાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. 

મેટ્રોમાં રિબિન કટિંગ સેરેમની 
એક વીડિયોમાં લોકો મેટ્રોની અંદર રિબિન કટિંગ સેરેમની કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે મેટ્રોમાં કાતર લઈ જવાની પરવાનગી નથી. મેટ્રો જેવી કોઈ સ્ટેશન પર રોકાય છે કે બે યુવકો કાતર લઈને દરવાજા તરફ જાય છે. તેમણે પહેલાથી જ રિબિન બાંધેલી છે. તે અંદર આવતા યાત્રીઓને રિબિન કાપવા માટે કહે છે. 

કપલે એક બીજાને માર્યા લાફા 
આ વીડિયોમાં એક કપલ ઝગડો કરતું જોવા મળી રહ્યું છે. બન્નેની વચ્ચે ઝગડો એટલો વધી જાય છે કે તે મારઝૂડ કરી રહ્યા છે. પહેલા યુવતી યુવકને મારે છે. તો થોડા સમય બાદ યુવક તેને લાફો મારે છે. 

પછી યુવતી ફરી યુવકને લાફા મારે છે. આ ઝગડાની અંદર આસપાસના લોકો તેમને જોઈ રહ્યા છે. એક સ્ટેશન પર મેટ્રો ઉભી રહે છે અને તે બન્ને ઉતરી જાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ