બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / delhi liquor scam raghav chadha name added in ED supplementary charge sheet

દિલ્હી / દારૂનીતિ કૌભાંડમાં CM કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાનું નામ: EDની ચાર્જશીટમાં દાવો, AAPનું વધશે ટેન્શન

Priyakant

Last Updated: 01:17 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi liquor scam News: એક્સાઇઝ પોલિસીના મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું

  • દિલ્હી દારૂ કૌભાંડ મામલે ફરી એકવાર મોટા સમાચાર
  • EDની પૂરક ચાર્જશીટ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ  
  • મનીષ સિસોદિયાના પીએ અરવિંદે તેના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું

દિલ્હી દારૂ કૌભાંડ મામલે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દારૂનીતિ મામલે આમ આદમી પાર્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં દિલ્હી દારૂ કૌભાંડની તપાસ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યુ છે. 

EDની પૂરક ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા થયા છે.  હવે એક્સાઇઝ પોલિસીના મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે. EDની ચાર્જશીટ મુજબ, મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે તેમના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. આ તરફઆ હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. 

ચાર્જશીટ અનુસાર સી અરવિંદે પોતાના નિવેદનમાં કહ્યું કે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે એક બેઠક યોજાઈ હતી. જેમાં પંજાબના એક્સાઈઝ કમિશનર રાઘવ ચઢ્ઢા, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર હાજર હતા. ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાના નામનો ઉલ્લેખ છે. જોકે આરોપી તરીકે કોઈનું નામ નથી.

વિજય નાયર AAPના મહત્વના સભ્ય હતા
EDએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, વિજય નાયરે અરુણ પિલ્લઈ, અભિષેક બોઈનાપલ્લી અને બૂચી બાબુ સાથે ઝૂમ કોલની વ્યવસ્થા કરી હતી. તે જણાવે છે કે વિજય નાયર આમ આદમી પાર્ટી (AAP) ના મહત્વના સભ્ય હતા અને એક્સાઇઝ પોલિસીનું સંચાલન કરતા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસી અરવિંદ કેજરીવાલના મગજની ઉપજ હતી. આ સાથે તેલંગાણાના CM કેસીઆરની પુત્રીની કવિતાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે કે, કવિતાએ એક્સાઇઝ પોલિસી ઘડ્યા અને લાગુ કર્યા પછી વિજય નાયર સાથે ઘણી બેઠકો કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ