ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:47 PM, 22 December 2025
ADVERTISEMENT
નેશનલ હેરાલ્ડ કેસ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો હતો. ઈડીએ સોનિયા અને રાહુલ વિરૂદ્ધ લગાવવામાં આવેલ આરોપને લઈ નીચલી કોર્ટના પત્રની નોંધ લેવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટના આદેશ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ADVERTISEMENT

જસ્ટિસ રવિન્દ્ર ડુડેજાને ઈડીના 16 ડિસેમ્બરના ટ્રાયલ કોર્ટનાં આદેશને રદ્દ કરવા વાળી અરજી પર સોનિયા અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટમાં આ મામલાની તા. 12 માર્ચ 2026 ના રોજ સુનાવણી થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઈડી તરફથી દલીલ રજૂ કરી હતી. સોનિયા તેમજ રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવી અને આર.એચ.ચીમાએ દલીલ કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 355 પ્રવાસીઓ મરતાં બચ્યાં, આકાશમાં હતું એર ઈન્ડિયાનું વિમાન, અચાનક બન્યું ભયાનક
ADVERTISEMENT
દિલ્હીની નીચલી અદાલતે તા. 16 ડિસેમ્બરના રોજ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરીંગ મામલે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. દિલ્લીની રાઉજ એવેન્યૂ કોર્ટને ઈડી તરફથી દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ ધ્યાનમાં લેવાની મનાઈ કરી દીધી હતી. આ મામલાની સુનાવણી દરમ્યાન જજ દ્વારા સૌ પ્રથમ EOW ની ફરિયાદ સાથે જોડાયેલ પીટીશન પર આદેશ સંભળાવ્યો હતો. અદાલતે તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અત્યાર સુધી CBI તરફથી કોઈ કોઈ પૂર્વનિર્ધારિત ગુનો નોંધાયેલ ન હોવા છતાં, ED એ PMLA હેઠળ તપાસ આગળ ધપાવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.