ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લગ્ન પછી દીકરી પોતાના પિતાની મિલકતમાં ભાગ માંગી શકે ? જાણો કાયદાના નિયમો

જાણવા જેવું / લગ્ન પછી દીકરી પોતાના પિતાની મિલકતમાં ભાગ માંગી શકે ? જાણો કાયદાના નિયમો

Published By: Vishal Dave

Last Updated: 06:25 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોક્કસ પરિસ્થિતિઓમાં પુત્રીનો તેના પિતાની કે પૂર્વજોની મિલકત પર અધિકાર નથી

ADVERTISEMENT

પરિણીત દીકરીઓ ઘણીવાર તેમના પિતાની મિલકત પર પોતાનો હક ચકાસવા માટે પ્રયાસ કરે છે. પરંતુ, એ દાવો દરેક કિસ્સામાં માન્ય નથી. તાજેતરના કોર્ટેના ચુકાદાએ આ બાબતને સ્પષ્ટ કરી દીધું છે, અને કેટલાક કાયદાકીય મુદ્દાઓ પર ગેરસમજોને દૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોક્કસ પરિસ્થિતિઓમાં પુત્રીનો તેના પિતાની કે પૂર્વજોની મિલકત પર અધિકાર નથી.

આ કેસ એક હિન્દુ પરિવારમાં સંકળાયેલો હતો, જ્યાં પિતાના મૃત્યુના વર્ષે મિલકતના અધિકારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્ટના ચુકાદામાં જણાવાયું હતું કે બધા જકિસ્સામાં પુત્રીને તેના પિતાની મિલકતમાં સમાન હિસ્સો નહીં મળે, આ માટે પિતાના મૃત્યુનું વર્ષ કયું છે તે પણ મહત્વનું રહેશે.

પુત્રીના અધિકાર પર કાયદાની સ્પષ્ટતા
1956 ના હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ મુજબ, જો પિતાનું અવસાન 1956 પછી થયું હોય, તો પુત્રીઓ પણ પિતાની પૈતૃક મિલકતમાં સામેલ થઈ શકે છે અને તેમને સમાન હિસ્સો મળવો જોઈએ. આ કાયદાનો પ્રભાવ પિતાની મિલકત પર સીધો પડે છે, અને તે દીકરાઓની જેમ પુત્રીઓના અધિકારોને માન્ય કરે છે.

પરંતુ 1956થી પહેલા, જ્યારે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો લાગુ થતો ન હતો, ત્યારે દીકરીઓને તેમના પિતાની મિલકત પર કોઈ અધિકાર પ્રાપ્ત થતો નહોતો. આ કાયદાના અમલ પહેલાં, મિતાક્ષરા કાયદો લાગુ પડતો હતો, જેમાં ફક્ત દીકરાઓને જ મિલકતમાં હિસ્સો મળતો હતો.

1956 થી પહેલા પિતાનું અવસાન થયા પછી
આમ 1956 પહેલા પિતાનું અવસાન થયું હોય તો, તે દીકરીઓને તેમના પિતાની મિલકત પર અધિકાર ત્યારે જ મળે જ્યારે પિતાને કોઇ દીકરો ન હોય. તાજેતરમાં, છત્તીસગઢ હાઈકોર્ટે પણ આ જ નિર્ણય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે 1956 પહેલાં પિતાના મૃત્યુ પામવાના કિસ્સામાં, દીકરીઓને વારસો મેળવવા માટે કાયદે કોઈ અધિકાર નથી, 1956 પહેલા પિતાનું મૃત્યુ થયું હોય તો દીકરીને પિતાની મિલકતમાં હક્ક ત્યારે જ મળી શકે જ્યારે પિતાને કોઇ દીકરો ન હોય.

આ પણ વાંચોઃ 'જો 100 શહાબુદ્દીન આવે તો પણ કોઈનો વાળ વાંકો ન કરી શકે...' સિવાનમાં બોલ્યા અમિત શાહ

કાયદાના દ્રષ્ટિકોણથી
આ કાયદા હેઠળ, માત્ર દીકરાઓને જ વારસો મેળવવાનો અધિકાર હતો. જો પરિવારમાં કોઈ દીકરા ન હોય, ત્યારે અને ફક્ત ત્યારે દીકરીઓને મિલકત પર હક મેળવવાનો અધિકાર આપવામાં આવતો હતો. 1956 પછી, જ્યારે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો અમલમાં આવ્યો, ત્યારે દીકરીઓને પણ સમાન હક આપવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Inheritance Rights Hindu Succession Act Daughters

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ