બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Damage to mango crop due to unseasonal rain

આફત / વરસાદે કેરીની મજા બગાડી: જૂનાગઢમાં 15 હજાર બોક્સ પલળ્યા, જેતપુરમાં પણ જણસના આવા જ હાલ, જુઓ ક્યાં કેટલું નુકસાન

Dinesh

Last Updated: 05:40 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, જેતપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે

  • વરસાદથી કેરીના પાકને નુકસાન
  • પાકને નુકસાન પહોંચતા ખેડુતોમાં ચિંતા 
  • ઉનાળુ પાકને નુકસાનની ભીતિ


માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ-બેહાલ કર્યા છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, જેતપુર સહિતના વિસ્તારોમાં ખેતીના પાકમાં વ્યાપક નુકસના થયું છે.

જૂનાગઢ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા 
જૂનાગઢમાં ગત મોડી રાતથી જ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેમાં માર્કેટિંગ યાર્ડમાં પડેલા 15000 કેરીના બોક્ષ પલળી ગયા છે, વર્તમાનમાં કેરીની મોસમ પૂરબહારમાં છે ત્યારે જ કમોસમી વરસાદ ખેડૂતોને રીતસરના રડાવ્યા હોય તેવા હાલ થયા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા કેરી બોક્ષ પલડી જતા કેરીનું વ્યાપક નુકસાન થયું છે. આકાસી આફતના કારણે કેરીના બોક્સના ભાવમાં 200 થી 300 રૂપિયાનો ભાવમાં ઘટાડો થયો છે.

કોડીનારમાં એક ઇંચ જેટલો વરસાદ 
ગીરસોમનાથના કોડીનારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેરીના પાકમાં ભારે નુકસાના થયું છે. વરસાદના પગલે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે પવન અને વરસાદથી અનેક પાકોમાં નુકસાની ભીંતિ સેવાઈ રહી છે ત્યારે પાકને નુકસાન પહોંચતા ખેડુતોમાં ચિંતામાં વધારો થયો છે.

ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાયા
હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથમાં વરસાદ પડ્યો છે ત્યારે કોડીનારના ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાયો છે.  ધોધમાર વરસાદ પડતાં ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદી પાણીથી જળબંબાકારના દર્શ્યો સર્જાયા છે. મેદાનમાં ચારેય તરફ પાણી પાણી થયું છે. 

જામનગરમાં કમોસમી વરસાદ પગલે રંગમાં ભંગ જેવો માહોલ સર્જાયો છે. જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસ 1 મેના રોજ ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમમાં યોજવાનો છે ત્યારે કાર્યક્રમના સ્થળ પર પાણી ભરાયો છે. વરસાદી માહોલના કારણે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયાસ છે.

જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલડી
રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં માવઠાથી મોટું નુકસાન થયું છે જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે. હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડના સત્તાધીશો અને તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જાણવા મળ્યું છે. માવઠું પડતાં યાર્ડમાં ખુલ્લામાં રાખેલો ખેડૂતો તેમજ વેપારીઓનો માલ પલળ્યો જેથી મોટું નુકસાન થયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા, ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન થયો છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે સતત ચાર વાર જણસ પાણીમાં પલડી છે. યાર્ડમાં ખેડૂતોની જણસ ખુલ્લામાં પલળતા ખેડૂતોની હાલત કફોડી બની છે તેમજ યાર્ડમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હોવાના ખેડૂતોના આક્ષેપો છે.

જામનગરમાં ધોધમાર કમોસમી વરસાદ
જામનગર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ખેડૂતોએ પશુઓ માટે રાખેલ ઘાસચારો પણ ભીંજાયો છે તો કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ