બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 AM, 11 December 2025
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શાલીમાર બાગ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 4 નજીક એક મોટા ઓપરેશનમાં ત્રણ કરોડથી વધુ જૂની નોટો જપ્ત કરવામાં આવી છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી પછી બંધ થયેલી નોટો ફરી મળી આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમની ઓળખ હર્ષ, ટેક ચંદ, લક્ષ્ય અને વિપિન કુમાર તરીકે થઈ હતી.
ADVERTISEMENT
પોલીસને બાતમી મળી હતી કે જૂની 500 અને 1000 રૂપિયાની નોટોનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. ત્યારપછી એક ટીમ બનાવવામાં આવી હતી જેણે રેડ પાડી અને આરોપીને રંગેહાથ પકડી પાડ્યા હતા.
ADVERTISEMENT
પોલીસે આરોપીઓ પાસે જૂની 500 અને 1000ના નોટોના મોટા બંડલ જપ્ત કર્યા છે. તેઓ આ નોટો લોકોને ખૂબ ઓછી કિંમતે ખરીદી ને પછી વધારે પૈસે વેચવાનો પ્લાન બનાવતા હતા. આ કામ માટે તેઓ બે ગાડીઓ પણ વાપરતા જે પોલીસએ જપ્ત કરી લીધી. પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ કહ્યું કે તેઓ લોકોને ફસાવીને કહેતા હતા કે “આ નોટો અમે RBIમાં બદલી આપીશું”. આ રીતે ખોટું બોલીને તેઓ લોકો પાસેથી ઓછી કિંમતે નોટો લઈ લેતા. હકીકતમાં નોટબંધી પછી આ નોટ રાખવી કે તેનો વેપાર કરવો કાયદાના વિરોધમાં છે. પોલીસએ કહ્યું કે આરોપીઓ પાસે આ નોટો રાખવા માટે કોઈ કાગળ કે સાચું કારણ પણ નહોતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'વીર સાવરકર એવોર્ડ સ્વીકારશે કે નહીં'? કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કરી દીધી મોટી વાત
ADVERTISEMENT
નોટબંધી પછી જૂના 500 અને 1000ના નોટો રાખવી ખરીદવી કે વેચવી કાયદાકીય ગુનો છે. આ કારણે પોલીસએ તેમના પર છેતરપિંડી અને નોટબંધીના કાયદાના ભંગનો કેસ નોંધ્યો છે. હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેમના બીજા સાથીદારો કોણ છે અને તેમને આટલા બધી જૂના નોટો ક્યાંથી મળી.પોલીસ કહે છે કે હવે આટલી મોટી નોટોની રિકવરી થયા પછી બાકીની ગેંગને પણ પકડીને આ પ્રકારની છેતરપિંડીનો આખો ખેલ બંધ કરી દેવાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.