બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket virat kohli birthday team india captain pakistan connetion

બર્થ ડે સ્પેશિયલ / કોહલીના પરિવારે લીધો હતો મોટો નિર્ણય, નહીં તો પાકિસ્તાનની ટીમમાં હોત વિરાટ!

Krupa

Last Updated: 12:22 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં પોતાની ખેલથી રેકોર્ડ્સનો વરસાદ કરનાર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યા બાદથી સતત કમાલ કરી રહ્યો છે.

  • ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે 31મો જન્મદિવસ
  • વિરાટ કોહલીનું પાકિસ્તાન સાથે છે કનેક્શન 
  • દેશના ભાગલા વખતે પાકિસ્તાનથી ભારતમાં આવ્યું હતું પરિવાર 

ભારતમાં હજુ પણ હજારો લોકો 19747માં થયેલા દેશના ભાગલાના દુ:ખ ભૂલી શક્યા નથી. 15 ઓગસ્ટ 1947 બાદ ઘણા ખેલાડીઓ એકબીજાના વિરોધી બનીને મેદાનમાં ઊતરવા લાગ્યા હતા. ક્રિકેટ મેદાન પર ભારચના ચીર હરીફ પાકિસ્તાનની ટીમમાં એક નામ વિરાટ કોહલી પણ હોઇ શકત. 

કોહલીના પરિવારે પણ સામનો કર્યો ભાગલા પડ્યાનું દુ:ખ 
આ ભાગાલા પડ્યાનું દુ:ખનો વિરાટ કોહલીના પરિવારે પણ સામનો કર્યો હતો. કોહલીનો પરિવાર પાકિસ્તાનથી 1947માં મધ્યપ્રદેશના કટની શહેરમાં ગયો હતો. ત્યારબાદના 14 વર્ષ સુધી એના પિતા પ્રેમ કોહલીએ આ શહેરમાં પોતાનો મુકામ જમાવ્યો હતો. 1961માં વિરાટના પિતા પ્રેમ કોહલી પોતાના પરિવારની સાથે દિલ્હી શિફ્ટ થઇ ગયા. ત્યાં વિરાટનો જન્મ થયો હતો. મધ્યપ્રદેશના કટનીમાં પોતાના પરિવારને મળવા વિરાટ છેલ્લે 11 વર્ષ પહેલા વર્ષ 2005માં ગયો હતો. ત્યારબાદ તે સમયની ખામીના કારણે ફરીથી કટની શહેરમાં જઇ શક્યો નહીં. 

વિરાટના પિતાએ દિલ્હીમાં વેપાર જમાવ્યો ચો એમના ભાઇ અને ભાભીએ કટનીમાં રાજકારણમાં ઝંપલાવ્યું. કટનીમાં રહેતા એના કાકી આશા કોહલી આ શહેરના ચૂંટાયેલ મેયર બની ગયા. કાકા ગિરીશ કોહલી અને કાકી આશા કોહલી હજું પણ કટનીમાં રહે છે. એમને એ વાતનો ગર્વ છે કે એમનો લાડલો ભત્રીજો દેશ માટે ક્રિકેટ રમે 
છે અને પોતાની ક્રિકેટથી સમગ્ર દુનિયામાં ભારત અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Virat Kohli happy birthday sports જન્મદિવસ વિરાટ કોહલી happy birthday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ