ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ગુજ્જુ છે ભાઈ! વનડેમાંથી બહાર થયા બાદ રવિન્દ્ર જાડેજાએ કરી દીધું મોટું એલાન, ક્રિકેટ જગતમાં વાહ-વાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ / ગુજ્જુ છે ભાઈ! વનડેમાંથી બહાર થયા બાદ રવિન્દ્ર જાડેજાએ કરી દીધું મોટું એલાન, ક્રિકેટ જગતમાં વાહ-વાહ

Published By: Hiralal Parmar

Last Updated: 02:29 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટું એલાન કરી દેતાં ક્રિકેટ જગતમાં તેની વાહ-વાહ બોલી ગઈ હતી.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા વનડે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને ગુજરાતી રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો નથી. વનડે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યાં બાદ જાડેજાએ આ મુદ્દે મૌન તોડ્યું છે અને એવું કહ્યું કે ચાહકો બોલી ઉઠ્યાં હતા કે જાડેજા જ કરી શકે. કારણ કે પોતાનો સમાવેશ વનડે ટીમમાં ન કરાયો છતાં પણ જાડેજાએ તે વાતને હળવાશથી લીધી અને ફરી રમવાનો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો.

શું બોલ્યો રવિન્દ્ર જાડેજા

વનડે ટીમમાં સામેલ ન કરવા પર બોલતાં જાડેજાએ કહ્યું કે મને કંઈ કહ્યાં વગર વનડે ટીમમાંથી બાકાત રખાયો નથી. ટીમ પસંદગીકારો, કોચને મને જાણ કરી હતી કે તમારો સમાવેશ વનડેમાં ટીમમાં કરાઈ રહ્યો નથી, મેં કહ્યું કે ઓકે, જાડેજાએ કહ્યું કે પસંદગીકારોના પોતાના કારણો હતા અને તેમણે મને તે સમજાવ્યા. મને ખુશી છે કે કેપ્ટન, પસંદગીકારો અને કોચે મને પસંદ ન કરવાના કારણો સમજાવ્યા. એવું નથી કે ટીમની જાહેરાત કરતી વખતે મને ખબર પડી; તેમણે મને અગાઉથી કહ્યું હતું.

2027નો વર્લ્ડ કપ રમવા માંગુ છું

જાડેજાએ કહ્યું કે હું 2027નો વર્લ્ડ કપ રમવા માંગુ છું. વર્લ્ડ કપ જીતવો એ દરેકનું સ્વપ્ન હોય છે, અને અમે 2023 માં તેની ખૂબ નજીક પહોંચી ગયા હતા. આખરે, નિર્ણય ટીમ મેનેજમેન્ટનો છે. જાડેજાએ કહ્યું, "આગલી વખતે જ્યારે મને તક મળશે, ત્યારે હું તે જ કરીશ જે હું આટલા વર્ષોથી ટીમ માટે કરી રહ્યો છું. હજુ ઘણી બધી ODI બાકી છે, અને મને આશા છે કે હું શું કરી શકું છું તે બતાવવાની તક મળશે.

વધુ વાંચો : વાહ, આની તો ખબર જ નહોતી! ફક્ત 10 હજારમાં સોનું, સાવ સસ્તામાં બનાવી શકશો દાગીના

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામા ઘણા ફેરફાર

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતની ટીમમાં ઘણા ફેરફારો થયા છે, જેમાં મુખ્ય ફેરફાર રોહિત શર્માનો છે. રોહિતને કેપ્ટનશીપ પરથી હટાવીને ગિલની નિમણૂક કરવામાં આવી છે. શુભમન ગિલે તાજેતરમાં જ ટેસ્ટ કેપ્ટનશીપ પણ સંભાળી હતી.ઓસ્ટ્રેલિયામાં પહેલી વનડે 19 નવેમ્બરથી શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

world cup 2027 odi news ravindra jadeja

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ