બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / cricket fraternity slams mi captain hardik pandya for his strategy against sunrisers hyderabad

હાર્યો હાર્દિક / હાર્દિક પંડ્યા કરી બેઠો આ મોટી ભૂલ, બે મેચમાં ફેલ, દિગ્ગજો બોલ્યાં, 'બરોબર કેપ્ટન નથી'

Hiralal

Last Updated: 10:41 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલની બે મેચમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ક્રિકેટ જગતના દિગ્ગજોએ માછલાં ધોયા હતા.

રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો મુંબઈ ઈન્ડીયન્સનો નિર્ણય કોઈને પણ પસંદ પડ્યો નથી ફેન્સથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજોને પણ આ નિર્ણય અયોગ્ય લાગ્યો હતો પરંતુ હવે બે મેચમાં ધબડકા બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનન્સી પર સવાલ ઉઠવા લાગ્યાં છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ યોગ્ય રીતે કરી શકતો નથી. લોકોએ તેના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે.  ઈરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું, "ઓછામાં ઓછું કહીએ તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સામાન્ય રહી છે. જ્યારે આ ધબડકો થઈ રહ્યો હતો ત્યારે બુમરાહને લાંબા સમય સુધી દૂર રાખવો એ મારી સમજની બહાર હતું. સુરેશ રૈના અને આકાશ ચોપરાએ કોમેન્ટ્રી દરમિયાન સવાલો ઉઠાવ્યા હતા અને હાર્દિકે બૂમરાહને બોલિંગ કેમ ન કરાવી તેનું કારણ જાણવા માગ્યું હતું. 

મુંબઈ ઈન્ડીયન્સની શરુઆત ખરાબ 
મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ 2024ની શરૂઆત અત્યંત ખરાબ રહી છે. પ્રથમ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને 6 રને પરાજય આપ્યો હતો. બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને ધોઈ નાખતાં 277 રન ફટકાર્યાં હતા જેના કારણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા છે. 

વર્લ્ડ ક્લાસ બોલર બુમરાહને તક ન મળી 
મુંબઈએ ઈજાગ્રસ્ત લુક વુડની જગ્યાએ ક્વેના મફાકાને આઈપીએલમાં ડેબ્યૂની તક આપી હતી પરંતુ તે ખૂબ મોંઘો પડ્યો.  જસપ્રિત બુમરાહના રૂપમાં હાર્દિક પાસે વર્લ્ડ ક્લાસ બોલર હોવા છતાં તેણે તેને બંને મેચમાં તક આપી નહતી. હાર્દિકે આ મેચમાં પાછલી મેચની ભૂલ પણ કરી હતી અને બુમરાહને ચોથી ઓવર નાખવા માટે આપી હતી, જેમાં તેણે માત્ર પાંચ રન આપ્યા હતા, પરંતુ તે પછી હાર્દિક પંડ્યાએ બુમરાહને બોલિંગથી દૂર રાખ્યો હતો અને ત્યાર બાદ 13મી ઓવરમાં જ બોલ આપ્યો હતો, ત્યારે હૈદરાબાદે 12 ઓવરમાં 173 રન કર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર કર્યો 
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા, જે આઇપીએલના ઇતિહાસનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો. આરસીબીએ વોરિયર્સ સામે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ