બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / cricket coronavirus newsfile south africa touring party completes 14 day isolation

coronavirus / કનિકા કપૂરના કારણે જોખમમાં પડ્યા હતા આ 15 ક્રિકેટરોના જીવ, હવે આવ્યા હેલ્થ રિપોર્ટ

Krupa

Last Updated: 11:09 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાની ટીમ વન ડે સીરિઝ માટે ભારત પ્રવાસ પર હતી, પરંતુ કોરોના વાયરસના કારણે પ્રવાસ કેન્સ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન લખનઉમાં ટીમ એ હોટલમાં રોકાઇ હતી જેમાં કનિકા કપૂર હતી.

  • લખનઉમાં ટીમ એ હોટલમાં રોકાઇ હતી જેમાં કનિકા કપૂર હતી
  • ક્વિંટન ડી કૉકની કેપ્ટનસી વાળી સાઉથ આફ્રિકા ટીમના એ 15 ક્રિકેટરોની હેલ્થ અપડેટ આવી છે
  • ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 14 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા

ચીનના વુહાન શહેરથી નિકળેલા જીવલેણ કોરોના વાયરસે દુનિયાભરમાં 47 હજારથી વધારે લોકોના જીવ લીધા છે. ભારતમાં પણ 50 લોકોના મોત આ મહામારીના કારણેમ થઇ ચુક્યા છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં તમામ પ્રકારની ગેમ સ્થગિત અથવા રદ કરી દેવામાં આવી હતી. એ હેઠળ બીસીસીઆઇએ ભારત આફ્રિકાની વચ્ચે રમવામાં આવી રહેલી વન ડે સીરિઝ પણ રદ કરી દેવામાં આવી હતી.હવે આ સીરિઝને લઇને નવી જાણકારી સામે આવી છે. 

સાઉથ આફ્રિકા ટીમની હેલ્થ અપડેટ
આ જાણકારી કોરોના વાયરસ, બોલીવુડ સિંગર કનિકા કપૂર અને સાઉથ આફ્રિકી ક્રિકેટ ટીમથી જોડાયેલી છે. આ મામલો એટલો ગંભીર છે કે એના કારણે સાઉથ આફ્રિકી ટીમના 15 ક્રિકેટરોના જીવ જોખમમાં પડી ગયા હતા. ક્વિંટન ડી કૉકની કેપ્ટનસી વાળી સાઉથ આફ્રિકા ટીમના એ 15 ક્રિકેટરોની હેલ્થ અપડેટ આવી છે. 

એક જ હોટલમાં રોકાયા હતા કનિકા કપૂર અને સાઉથ આફ્રિકાની ટીમ 
વાસ્તવમાં તમને જણાવી દઇએ કે બોલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસ પોઝિટિવ હતી અને એ દરમિયાન એમને લખનઉમાં ઘણી પાર્ટીઓમાં પણ હાજરી આપી હતી. ત્યારબાદ જે લોકો એના સંપર્કમાં આવ્યા હતા, એને લઇને હડકંપ મચી ગયો હતો કે એ લોકો તો કોરોના વાયરસની ચપેટમાં તો નથી આવી ગયા ને. તો બીજી બાજુ ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની સીરિઝની ધર્મશાળામાં રમાનારી પહેલી મેચમાં વરસાદ પડ્યો હતો. બંને ટીમોની વચ્ચે બીજી વન ડે લખનઉમાં રમાવાની હતી, જેના માટે સાઉથ આફ્રિકાની ટીમ શહેર પહોંચી ગઇ હતી. ખાસ વાત એ છે કે બોલીવુડ સિંગર કનિકા કપૂર જે હોટલમાં રોકાઇ હતી, એ હોટલમાં સાઉથ આફ્રિકી ટીમ રોકાઇ હતી. 

સાઉથ આફ્રિકી ટીમે પૂર્ણ કરી 14 દિવસની આઇસોલેશનનો સમય મર્યાદા 
જો કે પ્રવાસ રદ થયા બાદ સાઉથ આફ્રિકી ટીમ સ્વદેશ પરત ફરી હતી, જ્યાં તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 14 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આ કારણ છે કે હવે સાઉથ આફ્રિકી ટીમને લઇને સમાચાર મળ્યા છે કે ખેલાડીઓએ 14 દિવસનો આઇસોલેશનનો સમય પૂર્ણ કર્યો છે. કોઇ પણ ક્રિકેટરમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Corona Virus Kanika Kapoor South Africa sports કનિકા કપૂર કોરોના વાયરસ સાઉથ આફ્રિકા coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ