બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / covid-19 cases in India: Corona gained momentum before New Year, 743 new cases were found in the country; Seven people died

ચિંતાજનક / છેલ્લા 24 કલાકમાં 7ના મોત: દેશમાં ફરી કોરોનાએ રફ્તાર પકડી, નોંધાયા વધુ નવા 743 કેસ

Pravin Joshi

Last Updated: 02:40 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષ પહેલા દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3997 થઈ ગઈ છે.

  • 24 કલાકમાં કોરોનાના 743 નવા કેસ નોંધાયા 
  • દેશમાં એકિટવ કેસની સંખ્યા વધીને 3,997 થઈ  
  • છેલ્લા 24 કલાક દરમિયાન સાત લોકોના મોત થયા 

ભારત સહિત વિશ્વભરમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના કેસમાં ધરખમ વધારો થતા ફરી દેશમાં ચિંતાની લહેર પ્રસરી છે. વર્ષ 2023ના અંતમાં માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે.એક દિવસ પહેલા દેશમાં 797 નવા કેસ નોંધાયા હતા. જોકે, એક દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જો કે, મૃત્યુઆંક આગલા દિવસની સરખામણીએ વધ્યો છે. શુક્રવારે કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે આજે સાત લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે 28 ડિસેમ્બર સુધી દેશમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1ના કુલ 145 કેસ નોંધાયા છે. કેરળમાં COVID-19 ના JN.1 પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

Tag | VTV Gujarati
 

દેશમાં 743 નવા કેસ નોંધાયા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં એકિટવ કેસની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે.

વાંચવા જેવું : ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસ આવ્યા તો તૂટી ગયો સાત મહિનાનો રેકોર્ડ, શું JN.1 છે કારણ

હવે આ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટએ દેખા દેતા હડકંપ, આરોગ્ય તંત્ર  દોડ્યું | fourth wave of Corona fear has spread among the people due to the  entry of a new variant of

24 કલાકમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સાત લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને છત્તીસગઢ અને તમિલનાડુમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા? 29 જિલ્લાઓમાં કેસમાં ઉછાળો,  ગુજરાત-હરિયાણામાં સૌથી વધુ ચિંતા | corona fourth wave alert in india

અત્યાર સુધીમાં ઘણા કેસ મળી આવ્યા 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, વર્ષ 2020થી અત્યાર સુધીમાં દેશમાં 4 કરોડ 50 લાખ 12 હજાર 484 કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં કોવિડ-19ના કેસને કારણે મૃત્યુઆંક વધીને 5,33,358 થઈ ગયો છે.

વાંચવા જેવું : આ છે કોરોનાના નવા વેરિઅન્ટનું સેફ્ટી કવચ: JN.1થી સુરક્ષિત રહેવું હોય તો આટલું જાણી લેજો, નહીં પડો બીમાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ