બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Coronavirus in jetpur rajkot MLA lalit vasoya grant 10 laks for covid hospital
ADVERTISEMENT
કોંગ્રેસના MLA લલિત વસોયાએ 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. ધોરાજી, ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લલિત વસોયાએ રૂપિયા ફાળવ્યા છે. લલિત વસોયા પરિવાર સહિત કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને ત્યારે તેમને કોરોનાની મહમારીનો ખરેખરો ખ્યાલ આવ્યો હતો ગઈ કાલે તેમણે પોતે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી હતી અને આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મળતી રકમમાંથી રૂપિયા 10 લાખ કોરોનાના દર્દીઓ માટે ફાળવ્યા છે.
ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને મહાત આપી છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યુ હતુ. પોતાના પરિવાર અને સમાજ માટે સાવચેતી રાખો.
ADVERTISEMENT
શું કહ્યું હતુ લલિત વસોયાએ?
મેં પણ બેદરકારી દાખવી હતી અને મારો પુત્ર-પુત્રવધુ અને પૌત્ર, પત્ની અને માતા સહિત અમે તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છીએ. હવે સમજાણું કે કોરોના કેવો ભયાનક છે. સાવચેતીથી જ કોરોનાથી બચી શકાય છે. મારી ભૂલથી આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. સરકારી તંત્ર હાલ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. કોરોનામાં તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે. ઓક્સિજન માટેની પણ વ્યવસ્થા પર ધ્યાન અપાઈ રહ્યું છે એટલું કહેવાની સાથે જ તેમણે લોકોને પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.